અનાજના ડ્રમમાં પોતાના 4 બાળકોને પુરીને મોતને ઘાટ ઉતાર્યા પછી મા પણ લટકી ગઇ

PC: bhaskar.com

રાજસ્થાનના બાડમેરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પોતાના ચાર બાળકોની હત્યા કરી નાખી  અને પછી પોતે પણ લટકી ગઇ હતી. આ મહિલાને 3 પુત્રી અને એક પુત્ર હતો, જેમના મૃતદેહ અનાજના ડ્રમમાંથી મળી આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટના શનિવારે સાંજે બાડમેર જિલ્લાના માંડલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મહિલા ગર્ભવતી હતી.

પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે બપોરે બની હતી. બાનિયાવાસ ગામની રહેવાસી 27 વર્ષની ઉર્મિલાએ તેના ચાર બાળકો  8 વર્ષનીભાવના, 5 વર્ષનો વિક્રમ, 3 વર્ષની વિમલા અને 2 વર્ષનીમનીષાને અનાજના ડ્રમમાં બેસાડી અને ઢાંકણું બંધ કરી દીધું હતું. ઘટના દરમિયાન મહિલાનો પતિ જેઠારામ મજુરી માટે જોધપુરના બાલેસર ગયો હતો.

મહિલાના સંબંધી માંગીલાલે કહ્યું કે,અમે અલગ રહીએ છીએ. દૂર દૂર સુધી ઘરો બનેલા છે. ઉર્મિલાનો પતિ જેઠારામ શનિવારે સવારે કામે ગયો હતો. સાંજે અમે ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને ઉર્મિલા ન દેખાતા ઘરની મહિલાઓએ ઘરે પહોંચીને ઉર્મિલાને બુમ પાડી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઇ જવાબ ન મળતા મહિલાઓએ ઘરમાં જઇને જોયું તો ઉર્મિલા ફાંસી પર લટકેલી હતી. જ્યારે બાળકોને શોધ્યા તો અનાજ ભરવાના ડ્રમમાંથી મળી આવ્યા હતા, પરંતુ તેમના મોત થઇ ચૂક્યા હતા.બાળકોના શ્વાસ રૂંધાઇ જવાને કારણે મોત થયા હતા.

જેઠારામના બનેવી પ્રદીપના જણાવ્યા અનુસાર ઉર્મિલાએ શનિવારે સવારે તેના પતિને ભોજન કરાવ્યું હતું અને ટિફિન પેકિંગ કરીને આપ્યું હતું. સાંજે પાંચ વાગ્યે ઉર્મિલાએ પતિને ફોન કરીને કહ્યું કે પિતાજીની તબિયત સારી નથી, ઘરે આવો. ગામમાં પહોંચીને જેઠારામને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

ઉર્મિલાના કાકા ડુંગરરામે પોલીસમાં હત્યાનો કેસ નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મારી ભત્રીજીને છેલ્લાં 5 વર્ષથી તેના સાસરીયા હેરાન કરતા હતા. ભત્રીજીએ આ વિશે અનેક વખત વાત પણ કરી હતી અને સામાજિક સ્તર પર પંચાયત પણ બોલાવવામાં આવી હતી. કાકાએ ફરિયાદમાં કહ્યું છે કે જમાઇએ જ ભત્રીજી ઉર્મિલા અને બાળકોની હત્યા કરી છે.

સર્કલ સ્ટેશન ઓફિસર કમલેશ ગેહલોતે કહ્યું કે, પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલતો હતો. મહિલાના લગ્ન 2014માં થયા હતા. પોલીસ જ્યારે ઘટના સ્થળેપર પહોંચી ત્યારે મહિલાના ગળામાંથી ફાંસો મળી આવ્યો હતો અને તેનો મૃતદેહ ઘર પાસે આંગણામાં પડેલી હતી. જ્યારે બાળકો અનાજના ડ્રમમાં હતા. પાંચેય મૃત્યુ પામ્યા હતા. પિયર પક્ષે પતિ વિરુદ્ધ હત્યા અને દહેજ માટે ઉત્પીડનનો રિપોર્ટ નોંધાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp