દરરોજ એક ગ્લાસ દારૂ પીવાથી કંઇ નુક્સાન થતું નથી, શું સાચી છે આ વાત?

દારૂ સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવતો નથી, છતા કેટલાક લોકો રોજ દારૂ પીવે છે તો કેટલાક ક્યારેક ક્યારેક. હાલમાં જ થયેલી એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે જે લોકો રોજ ઓછામાં ઓછું એક ડ્રિંકનું પણ સેવન કરે છે, તેમનું બ્લડ પ્રેશર તેજીથી વધી શકે છે. CNNના એક રિપોર્ટ મુજબ, હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો એ યુવકોને પણ કરવું પડે છે, જેમને પહેલાથી હાઇ બ્લડ પ્રેશરની ફરિયાદ નથી. આ રિસર્ચને અમેરિકન એસોસિએશન જર્નલ “હાઇપરટેન્શન”માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
વર્ષ 1997 થી લઈને વર્ષ 2021 સુધી 7 ઇન્ટરનેશનલ સ્ટડીઝના ડેટામાં જાણવા મળ્યું કે, લોકો રોજ માત્ર એક ગ્લાસ દારૂનું સેવન કરે છે તેમાં પણ ક્યારેક ક્યારેક દારૂનું સેવન કરનારા લોકોની તુલનામાં બ્લડ પ્રેશર વધવાનું જોખમ ખૂબ વધારે હોય છે. માયો ક્લિનિક મુજબ, હાઇ બ્લડ પ્રેશરના લક્ષણ સામે આવવા સુધી તે શરીરને અંદરથી નુકસાન પહોંચાડી ચૂક્યું હોય છે. જો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેતું નથી તો વિકલાંગતા, ખરાબ લાઈફ ક્વાલિટી અને અહીં સુધી કે હાર્ટ એટેક કે સ્ટ્રોકની સમસ્યા પણ આવી શકે છે.
રિસર્ચ સાથે જોડાયેલા સીનિયર રાઇટર ડૉ. મારકો વિસિટીએ કહ્યું કે, અમને એ જાણીને ખૂબ હેરાની થઈ કે ખૂબ ઓછી માત્રામાં દારૂ પીનારા યુવકોમાં બ્લડ પ્રેશરનું લેવલ વધારે હતું. જો કે, આ લોકોનું બ્લડ પ્રેશર ખૂબ વધારે માત્રામાં દારૂ પીનારા લોકોની તુલનામાં ખૂબ ઓછું હતું. બ્લડ પ્રેશરને મરકરી મિલીમીટર (mm Hg)ની બે સંખ્યાઓમાં માપવામાં આવે છે. ઉપરવાળા નંબરને (સિસ્ટોલિક) કહેવામાં આવે છે જે હૃદયની માંસપેશીઓને સંકોચવા અને બ્લડ પંપને માપે છે. તો નીચેવાળા નંબરને ડાયરેક્ટોલિક કહેવામાં આવે છે. જે હાર્ટ બીટ વચ્ચે દબાવને માપે છે.
સ્ટડીમાં જાણવા મળ્યું કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર પર દારૂની નકારાત્મકતા એ પુરુષો અને મહિલાઓ પર પણ પડી રહી છે. જે રોજ ખૂબ ઓછી માત્રામાં દારૂનું સેવન કરે છે. આઉટલેટે સ્ટડીના કો-રાઇટર ડૉ. પોલ વ્હેલ્ટને કહ્યું કે, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બંને રીડિંગ કાર્ડિયોવેસ્કુલર બીમારીનુ જોખમ વધારે છે, પરંતુ બંનેમાંથી યુવકોમાં સિસ્ટોલિક બ્લડ પ્રેશરનું જોખમ સૌથી વધુ હોય છે. અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ, સિસ્ટોલીક રીડિંગ 50 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં કાર્ડિયોવેસ્કુલર રિસ્કને દર્શાવે છે.
નોર્મલ સિસ્ટોલિક રીડિંગ સામાન્ય રીતે 120 mm Hg કે તેનાથી ઓછી હોય છે, પરંતુ ઉંમર સાથે રક્ત વાહિકાઓ નબળી અને પાતળી હોવાના કારણે તે રીડિંગ વધી જાય છે. તો નોર્મલ ડાયરેક્ટોલોજી રીડિંગ 80 mm Hgથી નીચે હોય છે, પરંતુ ઉંમર સાથે તેમાં કમી આવવા લાગે છે કેમ કે ધમનીઓ પોતાનું લચીલાપણું ગુમાવી દે છે અને કઠોર થઈ જાય છે. હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાનું સાઇલેન્ટ કિલરના રૂપમાં ગણવામાં આવે છે. શરીરમાં બ્લડ પ્રેશરનું લેવલ વધવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક ક્રોનિક કિડની ડીસિઝ સહિત ઘણી બીમારીઓનું જોખમ ખૂબ વધી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp