26th January selfie contest

પતિને લાગ્યું 5 વર્ષની દીકરી એની પોતાની દીકરી નથી તો એણે ટેસ્ટ કરાવ્યો અને...

PC: navbharattimes.indiatimes.com

એક મહિલાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેના પતિને તેણી પર જરાયે ભરોસો નથી. મહિલાએ કહ્યું કે તેમને 5 વર્ષની દીકરી છે, પરંતુ પતિને એવું લાગે છે કે તે દીકરીનો પિતા નથી. આવી શંકાને કારણે પતિએ પેટરનિટી ટેસ્ટ પણ કરાવ્યો હતો.એનું જે પરિણામ આવ્યું તે ચોંકાવનારું છે.

મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની વાત શેર કરીને કહ્યું છે કે મારા પતિને મારા પર શંકા હતી કે જે દીકરી પેદા થઇ છે તેનો પિતા એ નથી. એને પગલે એટલે પોતાનો પેટરનિટી ટેસ્ટ કરાવ્યો જે નેગેટીવ આવ્યો. મહિલાએ કહ્યું કે, મેં મારા પતિ સાથે ક્યારેય છેતરપિંડી કરી નથી અને મારો પતિ જ દીકરીનો પિતા છે.

મહિલાએ કહ્યું, મારા પતિને લાગે છે કે હું જૂઠુ બોલી રહી છુ અને અમારો આખો સંબંધ એક મોટા જૂઠ્ઠાણા પર રચાયેલો છે. જેના કારણે તે હવે મને છૂટાછેડા આપવા માંગે છે. મને ખબર નથી કે આ બધું કેવી રીતે થયું પરંતુ જ્યારે મારા પતિએ મને છૂટાછેડા માટે કહ્યું ત્યારે હું આખો દિવસ રડતી રહી. મેં મારા પતિ સાથે ક્યારેય છેતરપિંડી કરી નથી. અમે કૉલેજથી સાથે છીએ અને હું ફક્ત તેને જ પ્રેમ કર્યો છે.

મહિલાએ કહ્યુ કે મારો પતિ હેન્ડસમ છે અને દયાળુ પણ છે. મહિલાએ કહ્યું કે, અમે બંને મળ્યા તે પહેલા હું કોઇકની સાથે રિલેશનમાં હતી, પરુંત મારી દીકરીનો પિતા મારો પતિ જ છે. અમે લાંબા સમયથી બાળક માટે કોશિશ કરી રહ્યા હતા. મહિલાએ કહ્યું કે તેણે ટેસ્ટ કરાવ્યો પછી રિપોર્ટ નેગેટીવ આવ્યો એટલે એના મગજમાં એ વાત ઘર કરી ગઇ છે કે તે દીકરીના પિતા નથી.

મહિલાએ કહ્યું કે, રિપોર્ટ આવ્યા પછી પતિ છેલ્લાં કેટલાંક મહિનાથી અજીબ વર્તન કરતો રહેતો હતો અને મારી પર આરોપ લગાવ્યા કરતો હતો. જેને લીધે મારી જાતને નિદોર્ષ સાબિત કરવા માટે અમારા ત્રણેયનો ટેસ્ટ કરાવ્યો. તો એમાં વળી કઇંક જુદુ જ આવ્યું. મહિલાએ કહ્યું કે અમારો ત્રણેયનો ટેસ્ટ કરાવ્યો તેમાં એવી ખબર પડી કે મારી દીકરી નથી મારા પતિની કે નથી મારી.

મહિલાએ કહ્યુ કે, મને નથી ખબર આવું કેવી રીતે બન્યુ. એક પોલીસ ઓફીસરે અમારા ઘરે આવીને અમારું નિવેદન લીધું હતું. એ પછી અમે એ હોસ્પિટલ પર કેસ કર્યો છે, જ્યાં દીકરીનો જન્મ થયો હતો. મહિલાએ કહ્યું કે, પતિ તો પાછો જિંદગીમાં આવી ગયો છે, પરંતુ જિંદગી આખી બદલાઇ ગઇ છે. મહિલાએ કહ્યું કાશ, મેં રિપોર્ટ ન કઢાવ્યા હોત તો સારું થતે, હવે હું મારી દીકરી સાથે સુવુ છું તો મને ડર લાગે છે કે કોઇ મારી દીકરીને છીનવીને ન લઇ જાય.

મહિલાનું માનવું છે કે હોસ્પિટલમાં બાળકની અદલાબદલી થઇ ગઇ છે. તેણીએ કહ્યું કે, હું એ જાણવા માંગું છુ કે હોસ્પિટલમાં જન્મેલું મારું અસલી સંતાન ક્યા છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp