બોય ફ્રેન્ડ ચોરી છુપીથી લગ્ન કરી રહ્યો હતો. ગર્લ ફ્રેન્ડ પોલીસ લઇને પહોંચી ગઇ

PC: zeenews.india.com

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડથી છુપાવીને ચોરી છુપી રીતે લગ્ન કરવાના પ્લાનિંગમાં હતો, પરંતુ છેલ્લી ઘડીએ ગર્લ ફ્રેન્ડ પોલીસ લઇને પહોંચી ગઇ એટલું જ નહીં, પરંતુ બોય ફ્રેન્ડને પણ સાથે લેતી ગઇ. ગર્લ ફ્રેન્ડની એન્ટ્રીથી યુવકનો આખો ખેલ બગડી ગયો અને જે યુવતી સાથે લગ્ન કરવાનો હતો તેના સપના ચકનાચૂર થઇ ગયા હતા. જો કે વડીલોએ વચલો રસ્તો કાઢીને જે યુવતી સાથે બોય ફ્રેન્ડ ચોરી છુપી લગ્ન કરી રહ્યો હતો તે યુવતી સાથે બોય ફ્રેન્ડના નાના ભાઇને તાત્કાલિક પરણાવીને જાનને વિદાય આપી હતી.  આ ઘટનાની આખા વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

આ મામલો સંભલ જિલ્લાના ગુન્નૌર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ગુનૌર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી ડેની 5 વર્ષ પહેલા દિલ્હી નોકરી કરવા ગયો હતો. દિલ્હીમાં ડેનીને એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

ડેની લવ મેરેજ કરીને છેલ્લા 5 વર્ષથી તેની ગર્લ ફ્રેન્ડ યુવતી સાથે રહેતો હતો. થોડા મહિના પહેલા યુવક ગુન્નોરમાં તેના ઘરે આવ્યો હતો અને ગુન્નોરમાં જ નગર પંચાયતમાં કોન્ટ્રાક્ટ સ્વીપર તરીકે કામ કરવા લાગ્યો હતો. દરમિયાન ડેનીએ પોતાની ગર્લ ફ્રેન્ડને જાણ કર્યા વગર અલીગઢની એક યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું  હતું. પોતાની પ્રેમિકા હોવાનો ઢોંગ કરીને અલીગઢની એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ગુરુવારે ડેની પરણવા માટે વરઘોડો કાઢવાની તૈયારી કરી રહ્યો હતો. ઘરમાં હલ્દીની રસમ ચાલતી હતી અને આખા ઘરમાં લગ્નનો માહોલ જામેલો હતો. તે વખતે ડેનીની દિલ્હી વાળી ગર્લ ફ્રેન્ડ અચાનક પોલીસને સાથે લઇને ડેનીના ઘરે પહોંચી ગઇ હતી. ગર્લ ફ્રેન્ડે ડેનીના આખા પરિવારને 5 વર્ષ પહેલાં તેના ડેની સાથે લગ્ન થઇ ગયા હોવાના પુરાવા આપ્યા હતા.

ડેનીના પરિવારમાં તો પળવારમાં સોપો પડી ગયો હતો.  ગર્લફ્રેન્ડ ડેનીને પોલીસ સ્ટેશન લઇને આવી ગઇ હતી. પોલીસના ડરથી ડેની પ્રેમિકા સાથે રહેવા તૈયાર થઇ ગયો અને યુવતી તેને લઇને દિલ્હી રવાના થઇ ગઇ હતી.

હવે આ તરફ ડેની જે અલીગઢની યુવતી સાથે લગ્ન કરવાનો હતો તેમાં રંગમાં ભંગ પડે એવું હતું, પરંતુ વડીલોએ ડેનીના નાના ભાઇને સમજાવ્યો અને તે અલીગઢની યુવતી સાથે લગ્ન કરવા તૈયાર થયો અને આખરે વાત વણસતા બચી ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp