
દહેજ માંગવાનો વિવાદ આપણને વારંવાર જોવા મળતો હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આવેલા એક ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુહાગરાતના દિવસે મોં જોવાની રસમમાં વરરાજા દુલ્હનને રોકડ રકમ આપે તેવી એક પરંપરા છે. આ પરંપરા મુજબ દુલ્હાએ દુલ્હનને મોં જોવાની રસમની જે રકમ આપી તેનાથી દુલ્હન વિફરી હતી અને પોતાના પિયર ચાલી ગઇ હતી. દુલ્હનને પિયરથી પાછો બોલાવવા માટે પંચાયત બોલાવવી પડી હતી. ડિલારીના એક ગામમાં દુલ્હનને મોંઠું બતાવવાની રસમમમાં ઓછા રૂપિયા મળ્યા તો દુલ્હને હોબાળો મચાવી દીધો હતો.. વરરાજા 7,000 રૂપિયા આપી રહ્યો હતો જ્યારે દુલ્હન 20,000 રૂપિયાની માંગ કરી રહી હતી. દુલ્હન પોતાના પિયર ચાલી ગઇ હતી અને પાછી ફરવાની ના પાડી રહી હતી.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આવેલા ડિલારીના એક ગામમાં રહેતા યુવાનના ભોજપુરી વિસ્તારમાં રહેતી યુવતી સાથે 8 દિવસ પહેલા લગ્ન થયા હતા. બંને પક્ષોએ લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. લગ્નના બધા રિતી રિવાજ ખુશી થી પુરા થયા હતા. વરરાજો પોતોના નવોઢાને લઇને ઘરે પહોંચ્યો અને સુહાગરાત વખતે પત્નીને મોં જોવાની રસમ પેટે 7,000 રૂપિયા આપ્યા હતા, નવોઢાએ 20,000ની માંગણી કરી એમાં વિખવાદ ઉભો થયો હતો.
મોં જોવાની રકમથી નારાજ થયેલી દુલ્હન એટલી વિફરી કે પોતાના પિયર ચાલી ગઇ હતી અને પતિ સાથે જવાની ના પાડતી હતી.બંને પક્ષોના સ્વજનોએ દુલ્હનને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ દુલ્ટન ટસની મસ થઇ નહોતી.
દુલ્હન પગ ફેરાની રસમ માટે પિયર ગઇ હતી એટલે પતિએ એમ માની લીધેલું કે રસમ પુરી થશે એટલે પત્ની પાછી આવી જશે. પરંતુ, દુલ્હને તો પિયર જઇને તેના પરિવારને વાત કરી હતી કે મોં જોવાની રસમની રકમ ઓછી મળી છે એટલે હવે હું સાસરે પાછી જવાની નથી. દુલ્હનના પિયરિયાઓએ તેણીના પતિને જાણ કરી હતી કે દુલ્હન ઓછી રકમ મળવાને કારણે નારાજ છે. પતિ અને સગાઓએ દુલ્હનને સમજાવવાનો પ્રયાસ કરી જોયો, પરંતુ દુલ્હન માની નહોતી.
જ્યારે દુલ્હન કોઇ પણ રીતે માની નહી રહી હતી એટલે આખો મામલો પંચાયતમાં પહોંચ્યો હતો. બંનેના દાંપત્ય જીવવને બચાવવા માટે સમાજના લોકોએ નવોઢાની સારી રીતે સમજાવી હતી અને આખરે દુલ્હન પોતાના સાસરે જવા માટે રાજી થઇ ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp