હૃદયના ડૉક્ટરની માનવતા,હડતાળ વચ્ચે પોલીસને હાર્ટએટેક આવ્યો તો તબીબે જીવ બચાવ્યો
માનવતા એ બધા ડોકટર્સનો પહેલો ધર્મ છે અને જ્યારે તબીબોનું ભણવાનું પુરુ થાય ત્યારે આ વાતની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવે છે, પરંતુ કેટલાંક તબીબો માનવતાને નેવે મુકી દે છે, પરંતુ માનવતા મહેંકાવતા તબીબો પણ હોય છે તેનો એક દાખલો સામે આવ્યો છે. રાજસ્થાન સરકારના ‘રાઇટ ટૂ હેલ્થ’ બિલના વિરોધમાં રાજ્યના તબીબો હડતાળ કરી રહ્યા છે અને પોલીસ ટીયરગેસનો સેલ પણ છોડી રહી છે તેવા સમયે એક પોલસને હાર્ટએટેક આવ્યો તો હડતાળ કરી રહેલા એક હાર્ટના ડોકટરે બધું ભુલીને પોલીસની સારવાર કરી અને તેનો જીવ બચાવી લીધો. આવા ડોકટર ખરેખર સલામને પાત્ર છે.
રાજસ્થાન સરકારે એક રાઇટ હેલ્થ બિલને મંજૂર કર્યું છે જેનો રાજ્યના તબીબો વિરોધ કરી રહ્યા છે. પોલીસ સાથે તબીબોનું ઘર્ષણ પણ થઇ રહ્યું છે અને ટોળાને હટાવવા માટે પોલીસ વોટર કેનોન અને ટીયરગેસનો ઉપયોગ પણ કરી રહી છે. આ વચ્ચે માનવતા મહેંકતાવતો કિસ્સો સામે આવ્યો છે.
જયપુરના સ્ટેચ્યુ સર્કલ પાસે જ્યારે તબીબો હડતાળ કરી રહ્યા હતા અને પોલીસ ડોકટરો પર વોટર કેનોનનો ઉપયોગ કરી રહી હતી તે વખતે ફરજ પર હાજર ASI મુકેશ યાદવની તબિયત અચાનક લથડી ગઇ હતી અને તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને રસ્તા પર ઢળી પડયા હતા. ASIની આંખો પણ બંધ થવા માંડી હતી.
જયપુરમાં હડતાળ દરમિયાન વિરોધ કરી રહેલા ડોકટરો એક પોલીસકર્મીનો જીવ બચાવવા બધું ભૂલી ગયા હતા. વાર્તા બુધવારની બપોરની છે પરંતુ હવે સામે આવી છે. વાસ્તવમાં, સ્ટેચ્યુ સર્કલ પાસે બુધવારે બપોરે વિરોધ દરમિયાન, પોલીસકર્મીઓ વિરોધ કરી રહેલા ડોકટરો પર વોટર કેનન છોડી રહ્યા હતા, તે દરમિયાન એક ASI મુકેશ યાદવની તબિયત અચાનક બગડી અને તે રસ્તા પર પડી ગયો. મારું હૃદય દુઃખી રહ્યું હતું અને મારી આંખો બંધ થઈ રહી હતી.
ડોકટરોની હડતાળમાં સામેલ ડો. પુષ્પેન્દ્ર ગર્ગને જ્યારે જાણકારી મળી કે પોલીસ કર્મીને હાર્ટ એટેક આવ્યો છે ત્યારે તેમણે હડતાળની વાત ભુલીને એમ્યુલન્સમાં પહોંચી ગયા હતા અને ASI મુકેશ યાદવને 15-20 મિનિટ સુધી CPR આપીને ASIનો શ્વાસ ચાલું રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. એ પછી હોસ્પિટલમાં જઇને ડોકટરે 15-20 વીજળીના ઝાટકા આપ્યા પછી ASIનો શ્વાસ ચાલુ થયો. એ પછી ઓપરેશન કરવામાં આવ્યું અને બધા બ્લોકેજ હટાવવામાં આવ્યા. ASIની તો હજુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ડોકટર પુષ્પેન્દ્ર ગર્ગ પાછા હડતાળમાં સામેલ થઇ ગયા છે.<
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp