દારૂ પીને પત્નીએ વરની પિટાઇ કરી, કારણ જાણીને પતિના હોંશ ઉડી ગયા

એક એવી કહેવત છે કે લોખંડ જ લોખંડને કાપે કે ઝેર જ ઝેરને મારે. આગ્રાની એક મહિલાએ આ કહેવતને સાચી ઠેરવી છે. પતિની શરાબ પીવાની આદતથી કંટાળેલી પત્નીએ એક એવો રસ્તો અપનાવ્યો કે પતિની શાન ઠેકાણે આવી ગઇ. દરેક દારૂડિયા પતીની પત્નીઓએ અજમાવવા જેવી આ ફોર્મ્યુલા છે. આગ્રાની મહિલાએ પતિને દારૂ છોડાવવા માટે જે રસ્તો અપનાવ્યો છે તે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.

દારૂ પીવાની એક વખત લત પડી જાય પછી તેને છોડવો મુશ્કેલ થઇ જાય છે.શરાબી પોતાના શરીરને તો નુકશાન કરે જ છે, પરંતુ સાથે સાથે બીજાની જિંદગી પર પણ અવળી અસર પડે છે. દારૂડિયો પરણીત હોય તો પત્ની અને પરિવારના સંબંધોમાં ક્યારેય ન પુરાય તેવી તિરાડ પડી જતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આગ્રાની એક મહિલાએ પતિની દારૂની લત છોડવવા માટે જે યુક્તિ અપવાની તે ચર્ચામાં છે.

પત્ની પોતાના પતિની દારૂની લત છોડવા માટે પતિને વારંવાર વિનંતી કરતી હતી, પરંતુ પતિ કોઇ રીતે માનતો જ ન હતો. આ વાતથી પરેશાન થઇને પત્નીએ તેની જ ભાષામાં પતિને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેણીએ પોતે જ એક દિવસ દારૂ પીને હંગામો કર્યો અને પતિની પિટાઇ કરી અને ગાળો પણ આવી. આ જોઇને પતિના હોંશ ઠેકાણે આવી ગયા.

આખી વાત ત્યારે બહાર આવી જ્યારે પતિ અને પત્ની બંને કાઉન્સેલિંગ માટે પહોંચ્યા હતા. બંનેએ એકબીજા પર દારૂ પીવાનો આરોપ લગાવ્યો હતો. પતિએ કહ્યું કે પત્ની પણ દારૂ ઢીંચે છે અને પછી મારી બેઇજ્જતી કરે છે અને જાહેરમાં હંગામો કરે છે. પતિએ કાઉન્સેલરને પુરાવા તરીકે પત્નીનો વીડિયો પણ શેર કર્યો, જેમાં પતિ ભાગતો નજરે પડી રહ્યો છે અને પત્ની ગંદી ગંદી ગાળો આપી રહી છે.

પતિના આરોપ પર પત્નીએ ચોખવટ કરી કે,પતિ રોજ પડેને નશામાં ધૂત થઇને ઘરે આવતો અને કોઇને કોઇ બહાના શોધીને મારપીટ કરતો હતો. આ વાતથી પરેશાન થઇને તેણીએ પતિને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. મહિલાએ કાઉન્સેલરને કહ્યું કે, તેણીએ શરાબ નહોતી પીધી, પરંતુ શરાબી હોવાની માત્ર એક્ટિંગ કરી હતી. પતિ સાથે એ જ વહેવાર કર્યો જે રોજ તે મારી સાથે કરતો હતો. પતિની પિટાઇ કરી અને તેને ગાળો પણ આપી.

રિપોર્ટ મુજબ પત્નીની એક્ટિંગની પતિ પર અસર પડી છે. પતિએ કહ્યું છે કે હવે તે વધારે શરાબનું સેવન કરશે નહીં.સપ્તાહમાં એક જ વખત દારૂ પીશે.પતિએ કાઉન્સેલરને લેખિતમાં આપ્યું છે કે પોતે હવે શરાબ પર અંકુશ મુકશે અને પત્ની સાથે મારપીટ પણ નહીં કરે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.