યુવક જબરદસ્તી KISS કરવા ગયો તો મહિલાએ દાંતથી તેનો હોઠ કાપી નાંખ્યો
.jpg)
ઉત્તર પ્રદેશથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે જાણીને મહિલાઓનું શેર લોહી વધી જશે. ખેતરમાં એકલી કામ કરેલી મહિલાનો લાભ લેવા માટે યુવકે જબદસ્તી ચુંબન કરવાની કોશિશ કરી તો ગુસ્સામાં આવી ગયેલી મહિલાએ યુવકનો દાંતથી હોઠ જ કાપી નાંખ્યો હતો. વધારામાં પીડિતાનો પરિવારજનોએ ખેતરમાં આવીને યુવાનને બરાબરનો ઠમઠોર્યો. યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ડોકટરો તેનો હોઠ જોડવાની કોશિશ કરી રહ્યા છે.મહિલાની હિંમત જોઇને તમે કહેશો કે, હા, આ મહિલાએ જે કર્યું તે બરાબર છે, આવાને આ રીતે જ પાઠ ભણાવવો જોઇએ.
ઉત્તર પ્રદેશના મેરઠમાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને જોઇને એક યુવકે તેણીને જબરદસ્તી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક બનેલી ઘટનાથી મહિલા ગુસ્સામાં આગબબૂલા થઇ ગઇ હતી અને તેણે યુવકનો નીચલો હોઠ દાંતથી કાપી નાંખ્યો હતો. યુવાન લોહીલુહાણ થઇ ગયો હતો. પીડિતાના પરિવારજનોને જાણ થઇ તો તેમણે પણ યુવકને ફટકાર્યો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો. આ ઘટના મેરઠના દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પનવાડી ગામની છે.
મહિલાની ફરિયાદને આધારે પોલીસે યુવક સામે ગુનો દાખલ કર્યો છે. યુવકને મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. દૌરાલા પોલીસના કહેવા મુજબ પનવાડી ગામમાં આવેલા એક જંગલ વિસ્તારમાં રવિવારે મહિલા ખેતરમાં કામ કરી રહી હતી. તે વખતે ઇંચોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંદાવલી ગામમાં રહેતો મોહિત મૂલચંદ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. મહિલાને એકલી જોઇને મોહિતની વાસના ભડકી ઉઠી અને તે મહિલા પાસે ગયો હતો.
પોલીસે કહ્યું કે મોહિતે થોડી વાર મહિલા સાથે વાત કરી હતી અને અચાનક મહિલાને પોતાના બાહુબાશમાં જકડીને KISS કરવા માંડ્યો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલી મહિલાએ મોહિતનો નીચે ભાગનો હોઠ દાંતથી કાપી નાંખ્યો હતો. મહિલાએ ચીસાચીસ કરીને પરિવારના લોકોને બોલાવી લીધા હતા. મહિલાના પરિવારજનોએ મોહિતને બરાબરનો મેથીપાક આપ્યો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે કહ્યુ કે મોહિતનો કપાયેલો હોઠ ખેતરમાંથી મળી આવ્યો હતો. મહિલાએ હોઠ એટલો જબરદસ્ત રીતે કાપી નાંખ્યો હતો કે મોહિત લોહીલુહાણ થઇ ગયો હતો.
મોહિતને પોલીસ સ્ટેશન લઇ જવાયો તો પોલીસને જોઇને કાન પકડીને માફી માંગી લીધી હતી અને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. દૌરાલા પોલીસ સ્ટેશનના PI સંજય શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મહિલાની ફરિયાદને આધારે મોહિત સામે IPCની કલમ 323, 504 506 મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. અત્યારે મોહિતની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
પોલીસની સૂચના પર આરોપી મોહિતના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસની સામે મોહિતના પરિવારજનોએ કહ્યું હતું કે તેની આ હરકતથી તેઓ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે. મોહિતના પરિવારજનોએ મહિલાની માફી માંગી હતી.<
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp