- Health
- વિટામીન B 12ની ઉણપના આ છે સંકેતો, અવગણતા નહીં
વિટામીન B 12ની ઉણપના આ છે સંકેતો, અવગણતા નહીં
વિટામીન B 8 રીતના હોય છે. જેમાં B1, B2, B3,B5, B6, B7, B9 અને B12 સામેલ છે. B વિટામીનને બી Bકોમ્પ્લેક્સ વિટામીન પણ કહેવામાં આવે છે, જે શરીરની ચરબી અને પ્રોટીનનો ઉપયોગ કરવામાં પણ મદદ કરે છે. આ સ્કીન, વાળ, આંખ અને લિવરના સ્વાસ્થ્યને યોગ્ય રાખવામાં ઘણી મદદ કરે છે. આ બધામાં વિટામીન B 12 ઘણું મહત્ત્વનું છે. બધા B વિટામિન શરીરમાં સ્ટોર થતા નથી. આજના સમયમાં વૃદ્ધ લોકોની સાથે કેટલાંક યુવાનોમાં પણ વિટામીન B 12ની ઉણપ જોવા મળી રહી છે. તેનું કારણ તેમનું ડાયેટ હોઈ શકે છે. જો શરીરમાં વિટામીન B 12ની ઉણપ થાય તો શરીરમાં ઘણા સમસ્યાઓ ઉદ્દભવવા લાગે છે. લાંબા સમય સુધી જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો ગંભીર બીમારી પણ થઈ શકે છે.

વિટામીન B 12ને કોબાલિન પણ કહેવામાં આવે છે. બી વિટામીન ભોજનને ગ્લુકોઝમાં બદલવામાં શરીરને મદદ કરે છે, જેનાથી એનર્જી મળે છે. આ નર્વ સેલ્સને યોગ્ય રાખવા તથા ડીએનએ-આરએનએના પ્રોડક્શનમાં પણ મદદ કરે છે. વિટામીન B 12, વિટામીન B 9ની સાથે મળીને કામ કરે છે. જેને ફોલેટ અથવા ફોલિક એસિડ પણ કહેવામાં આવે છે. આ લાલ લોહી કોશિકાને બનાવવામાં મદદ કરે છે અને શરીરમાં આયર્નને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. વિટામીન B 9 અને B 12, એસ-એડનોસિલમેથિયોનાઈનનું ઉત્પાદન કરવા માટે મળીને કામ કરે છે, જે ઈમ્યુયન ફંકશન અને મૂડને સારો રાખવામાં મદદ કરે છે.

અમીનો એસિડ હોમોસિસ્ટીનના બ્લડ લેવલને યોગ્ય બનાવી રાખવામાં વિટામીન B 12, B 6 અને B 9 એક સાથે કામ કરે છે. હોમોસિસ્ટીનનું હાઈ લેવલ હાર્ટ ડિસીસ સાથે જોડાયેલા હોય છે. વિટામીન B 12ની ઉણપના કારણે તમને થાક લાગશે. અસલમાં શરીરની કોશિકાઓના યોગ્ય રીતે કામ કરવા માટે વિટામીન B 12ની જરૂર હોય છે. જો B 12 ઓછું હશે તો લાલ લોહી કોશિકાઓનું પ્રોડક્શન ઓછું થશે, જેનાથી શરીરના અંગોને ઓક્સિજન ઓછું પહોંચશે અને થાક લાગશે. આ સિવાય B 12ની ઉણપથી સેન્સરી નર્વ ફંક્શનને નેગેટીવરૂપથી પ્રભાવિત કરે છે, દેનાથી માંસપેશીઓમાં દુખાવો અને કમજોરી જોવા મળે છે.

શરીરમાં વિટામીન B 12ની ઉણપ હોવા પર ત્વચાનો રંગી પીળો થઈ જાય છે. આયરનની ઉણપવાળા એનિમિયા નામની સ્થિતિની જેમ વિટામીન B 12ની ઉણપથી લાલ રક્ત કોશિકાઓની ઉણપ થાય છે. B 12ની ઊણપના લીધે કમળો પણ થઈ શકે છે અને ત્વચાની સાથે આંખો પણ પીળી થઈ શકે છે. આંખનો પીળો રંગ વેસ્ટ પ્રોડક્ટ બિલીરુબિનના હાઈ લેવલના કારણે થાય છે. આ સિવાય માથામાં દુખાવો પણ થાય છે. આ લક્ષણ મોટાઓની સાથે બાળકોમાં પણ જોવા મળે છે. 2019માં 140 લોકો પર થયેલી સ્ટડી પ્રમાણે જે લોકોને માઈગ્રેન હતું તે લોકોમાં નોર્મલ લોકો કરતા વધારે B 12નું લેવલ ઓછું હતું.

વિટામીન B 12ની ઉણપથી દસ્ત, કબજીયાત, સોજા, ગેસ અને અન્ય આંતરડા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય લોકોમાં ગ્લોસિટિસ જોવા મળી શકે છે. જેના કારણે મોઢામાં ચાંદી-ફોલ્લી અથવા સોજો આવી શકે છે. પેરેસ્ટેસિયા એક મેડિકલ શબ્દ છે, જેમાં શરીરના અમુક અંગો જેવા કે હાથ પગમાં જલન થાય છે.

