આ છે દુનિયાના 10 સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ
ઉપભોક્તાઓ વચ્ચે સર્વેક્ષણ બાદ સ્કાઇરેક્સ કંપનીએ 2023 માટે દુનિયાના સૌથી સારા એરપોર્ટની સૂચી તૈયાર કરી છે. આ સુચીમાં તમારું ગમતું એરપોર્ટ છે કે નહીં તે જુઓ.
ચાંગી એરપોર્ટ, સિંગાપોર
સિંગાપોરના ચાંગી એરપોર્ટને વિશ્વનું સૌથી સારું એરપોર્ટ માનવામાં આવે છે. દક્ષિણ પૂર્વ એશિયામાં આ સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક માનવામાં આવે છે. આ એરપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે.
હમાદ એરપોર્ટ, દોહા
કતરના દોહામાં હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ લિસ્ટમાં બીજા નંબર પર છે. આ એરપોર્ટના બિલ્ડિંગને સૌથી સુંદર એરપોર્ટ બિલ્ડિંગનો દરજ્જો મળ્યો છે.
હાનેદા એરપોર્ટ, ટોક્યો
જાપાનની રાજધાની ટોક્યોમાં હાનેદા એરપોર્ટ ત્રીજા નંબર પર આવે છે. શહેરથી અડધા કલાકના અંતર પર આ એરપોર્ટ પર ત્રણ ટર્મિનલ આવેલા છે.
ઇંચિયોન એરપોર્ટ, સોલ
દક્ષિણ કોરિયાના સોલમાં સ્થિત ઇંચિયોન એરપોર્ટ દેશનું સૌથી મોટું એરપોર્ટ છે. આ એરપોર્ટને સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો દરજ્જો પણ મળી ચૂક્યો છે.
સીડીજી એરપોર્ટ, પેરિસ
ફ્રાંસના પેરિસમાં ચાર્લ્સ ડે ગોલ એરપોર્ટ વિશ્વનું પાચમાં નંબરનું સૌથી સારું એરપોર્ટ માનવામાં આવે છે. આ એરપોર્ટ 1974થી સક્રિય છે આ એરપોર્ટ એર ફ્રાંસનું હબ ગણાય છે.
ઇસ્તાંબુલ એરપોર્ટ, ટર્કી
ટર્કીના શહેર ઇસ્તાંબુલનું એરપોર્ટ ટર્કિશ એરલાઇન્સનું ગઢ ગણાય છે. તેમાં એક જ ટર્મિનલ છે, જ્યાંથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રિય બન્ને ફ્લાઇટ્સ ટેકઓફ અને લેન્ડ કરે છે.
મ્યુનિક એરપોર્ટ, જર્મની
જર્મનીનું મ્યુનિક એરપોર્ટ દેશનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. અહીં 150 દુકાનો અને 50 રેસ્ટોરન્ટ આવેલા છે. આ એરપોર્ટ કોઇ શહેરના માલ જેવું જ દેખાય છે.
ઝ્યુરિક એરપોર્ટ, સ્વિટ્ઝરલેન્ડ
સ્વિટ્ઝરલેન્ડનું ઝ્યુરિક એરપોર્ટ સ્વિસ ઇન્ટરનેશનલ એરલાઇન્સનું ગઢ ગણાય છે અને દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. આ એરપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સૌથી સુંદર માનવામાં આવે છે.
ટોક્યો નારિતા એરપોર્ટ, જાપાન
જાપાન એકમાત્ર દેશ છે જેના બે એરપોર્ટને આ સૂચિમાં જગ્યા મળી છે. ટોક્યો નારિતા એરપોર્ટ જાપાન એરલાઇન્સનું ઇન્ટરનેશનલ હબ ગણાય છે.
મેડ્રિડ બારયાસ એરપોર્ટ, સ્પેન
સ્પેનનું મેડ્રિડ બારયાસ એરપોર્ટ આ લિસ્ટમાં 10મા નંબર પર આવે છે. યુરોપ અને લેટિન અમેરિકા વચ્ચેની ફ્લાઇટ માટે આ એરપોર્ટ એક મહત્વનું અને પ્રમુખ કનેક્ટિંગ એરપોર્ટ ગણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp