આને કહેવાય... રબ ને બના દી જોડી; રશિયાની યુનાને વૃંદાવનમાં જીવન સાથી મળી ગયો

PC: dailybihar.com

કહેવાય છે કે ઉપરવાળો જોડીઓ બનાવીને જ નીચે મોકલે છે, તેણે બનાવેલી જોડીને તે કોઈ પણ સંજોગોમાં, કંઈ પણ કરીને મેળવી જ દે છે. જે એકબીજાને જાણતા પણ ન હોય, તેમણે એકબીજાને ક્યારેય જોયા પણ ન હોય, તેઓ જાણતા અજાણતાં એકબીજાને મળી જ જાય છે. આવો જ એક કિસ્સો ભગવાનના ધામ વૃંદાવનમાં બન્યો છે. ભગવાને એવી જોડીને મેળવી છે કે, ભાષા, જ્ઞાન, રૂપ રંગ, દેશ, બોલી, સંસ્કૃતિ બધી રીતે ક્યાંય પણ મેળ બેસતો નથી, તો પણ વિદેશથી આવેલી યુવતીએ સ્થાનિક યુવકને પસંદ કરીને તેની સાથે લગ્ન કરી લીધા.

પતિ-પત્નીની આ જોડીની સૌથી ખાસ વાત એ છે કે, પતિ ભણેલો નથી અને રશિયન પત્ની હિન્દી નથી જાણતી, તેમ છતાં બંને સાથે રહે છે અને પ્રેમની ભાષા સમજે છે. સાથે મળીને તેઓ બંને ગાયની સેવા કરીને જીવન નિર્વાહ ચલાવે છે.

ધર્મનગરી વૃંદાવન કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે, અહીં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં આવીને ભગવાનની સેવા કરે છે. આવી જ એક ભક્ત રશિયાથી વૃંદાવનમાં દર્શન કરવા આવી હતી, પરંતુ પછી કંઈક એવું થયું કે, તેને અહીંનું વાતાવરણ એટલું બધું ગમી ગયું કે, તે અહીં જ રોકાઈ ગઈ.

આ રશિયન છોકરી અહીં એક છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ. બંને એકબીજાને એટલા પસંદ કરતા હતા કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. સાત સમંદર પારથી કૃષ્ણની ભક્તિ યુનાને વૃંદાવન તરફ ખેંચી લાવી હતી. અહીં તેની મુલાકાત રાજકરણ સાથે થઇ હતી, જે 20 વર્ષથી અહીં રહેતો હતો અને વૃંદાવનમાં રહેતા તેમના ગુરુના આદેશથી ગાયોની સેવા કરતો હતો.

યુના પણ તેમની સાથે ગાય સેવામાં જોડાઈ ગઈ અને રાજકરણની સાથે ગાય સેવા કરવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે સાથે સેવા કરતી વખતે બંને પ્રેમમાં પડ્યા અને બંનેએ એપ્રિલ 2023માં દિલ્હીમાં હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા. હવે તે બંને દિવસ દરમિયાન ગાયની સેવા કરે છે અને સાંજે વૃંદાવનના ઈસ્કોન મંદિર પાસે પરિસરમાં આવનારા લોકોને ધાર્મિક પુસ્તકો વેચી અને ચંદન લગાવીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. બંનેની જોડીને જોઈને સ્થાનિક લોકોની સાથે બહારથી આવતા ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

રાજકરણને કોઈ પ્રકારનું શિક્ષણ મળ્યું નથી, એટલે કે તે ભણ્યો નથી, તેથી તેને લખતા વાંચતા આવડતું નથી અને યુના તે રશિયન છે, જે હિન્દી પણ જાણતી નથી. તો પણ પ્રેમ એક એવી ભાષા છે કે, બંને એકબીજાની દરેક વાતને સમજી લે છે. અહીં બંનેની વાત કરીએ તો, બંનેની ઉંમરમાં બહુ ફરક નથી. યુનાની ઉંમર 36 વર્ષ છે, જ્યારે રાજકરણ 35 વર્ષનો છે. યુનાએ લગ્ન પછી ભારતીય સંસ્કૃતિને સંપૂર્ણપણે અપનાવી લીધી છે. તે તેના ગળામાં મંગળસૂત્ર પણ પહેરે છે અને તેના માથાના ભાગે સેંથામાં સિંદૂર પણ લગાવે છે, એટલું જ નહીં, તે તેના પગમાં પાયલ પણ પહેરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp