શાકાહારી રેસ્ટોરન્ટમાં પોલીસકર્મીએ ચિકન રાઇસની માગ કરી, ન મળ્યું તો મારામારી કરી

ચેન્નાઇની એક શાકાહારી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા 2 સશસ્ત્ર રિઝર્વ કોન્સ્ટેબલોએ ભારે હંગામો મચાવી દીધો હતો. વાત એમ હતી કે શાકાહારી રેસ્ટોરન્ટમાં ગયેલા આ બે પોલીસકર્મીએ રેસ્ટોરન્ટના સ્ટાફ પાસેથી ચિકન રાઇસની માંગ કરી હતી.કર્મચારીઓએ કહ્યું કે, આ શાકાહારી રેસ્ટોરન્ટ છે અમે નોનવેજ પિરસતા નથી. તો પોલીસે કહ્યું કે તો એગ રાઇસ લાવ. એના માટે પણ કર્મચારીઓએ ના પાડી એટલે પોલીસને ગુસ્સો આવ્યો હતો અને આખી રેસ્ટોરન્ટ માથે લીધી હતી. પોલીસે બંને પોલીસની ધરપકડ કરી હતી.

જાણવા મળેલી વિગત મુજબ ગુરુવારે રાત્રે સાદા પોશાકમાં બે કોન્સ્ટેબલ આગારામ મેઇન રોડ પર આવેલી એક શાકાહારી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા.બંને કોન્સ્ટેબલે રેસ્ટોરન્ટના સ્ટાફ પાસે ચિકન ફ્રાઇડ રાઇસની માંગ કરી હતી. સ્ટાફે તેમને વિનંતી કરી કે અહીં નોનવેજ શક્ય નથી. તો પોલીસે કહ્યું કે તો એગ રાઇસ લાવ, ઇંડો તો વેજિટેરિયન કહેવાય છે.બંને પોલીસ કોન્સ્ટેબલ નશામાં એટલા ધૂત હતા કે તેમના પગ પણ હાલકડોલક થતા હતા.

રેસ્ટોરન્ટના  કર્મચારીઓએ બે કોન્સ્ટેબલની માંગ પુરી ન કરી તો તેમણે આખી રેસ્ટોરન્ટ માથે લીધી હતી મારામારી કરી હતી. એક કર્મચારીની ભારે પિટાઇ કરી હતી. લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ રેસ્ટોરન્ટ પહોંચી હતી અને બંને કોન્સ્ટેબરની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. જો કે રેસ્ટોરન્ટ સ્ટાફે ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કરી દેતા, પોલીસ કોન્સ્ટેબલોને છોડી મુકવામાં આવ્યા હતા.આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અહેવાલો અનુસાર, તાંબરમ પોલીસ કમિશનરેટે બંને વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી શરૂ કરી છે.

જાન્યુઆરીમાં, ચેન્નાઈ પોલીસે રેસ્ટોરન્ટના માલિકને મફતમાં ભોજન ન આપવા બદલ ગરમ તેલ રેડવાના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ જ્યારે મદમબક્કમમાં અન્ના નગર મેઈન રોડ પર સ્થિત હોટલના માલિક પર હુમલો કર્યો ત્યારે તેઓ નશામાં હતા.

જ્યારે રેસ્ટોરન્ટના સ્ટાફે ફૂડ પેક કર્યા પછી ગ્રાહકો પાસેથી બિલની રકમ માંગી ત્યારે તેઓએ સ્ટાફને જાણ કરી કે તેઓ પછીથી ચૂકવશે. જ્યારે તેઓએ સ્થળ છોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને માલિક દ્વારા અટકાવવામાં આવ્યા. જો કે તેઓ સ્થળ છોડવામાં સફળ થયા હતા, પરંતુ બંને એક ગેંગ સાથે પાછા આવ્યા હતા અને હોટેલ માલિક પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.