ડ્રગ્સ અને શરાબને અમે ક્યારેય હાથ લગાવીશું નહી, લેઉવા પાટીદારોની USમાં પ્રતિજ્ઞા

PC: divyabhaskar.co.in

પાટીદાર સમાજના લોકો ગુજરાતમા રહેતા હોય કે વિદેશમાં વસતા હોય, હમેંશા સમાજ સુધારણા અને સમાજના આગળ લઇ જવા માટે સક્રીય રહેતા હોય છે. સમાજના ઉત્થાન માટેનો એક કાર્યક્રમ અમેરિકામાં યોજાયો હતો. 

અમેરિકાના મેમ્ફિસ, ટેનેસી ખાતે આયોજિત લેઉવા પાટીદાર સમાજના નેશનલ કન્વેન્શનમાં સમાજના 1700 લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે ડ્રગ્સ કે શરાબને ક્યારેય હાથ લગાવીશું નહીં. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના અમેરિકામાં રહેતા લોકો જોડાયા હતા. આ કાર્યક્રમનો હેતુ લેઉવા પાટીદાર સમાજના સભ્યોનું નેટવર્ક વધારવાનો અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે એવું એક ફોરમ, જેમાં સાંસ્કૃતિક વિચારોની આપ લે, પારિવારિક મૂલ્યોને પ્રોત્સાહન અને સમાજની એકતા બની શકે.

લેઉવા પાટીદાર સમાજના નેશનલ કન્વેન્શનનના આયોજક હિતેશ પટેલે કહ્યુ હતું કે, વિદેશમાં જે રીતે યુવા પેઢી નશાના રવાડે ચઢી છે ત્યારે ખાસ કરીને લેઉવા પાટીદાર સમાજના યુવાનો આ બદીથી દુર રહે તેવા હેતું સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમેરિકામાં વસતા લેઉવા પાટીદોરો જેઓ હોટલ, મોટલના બિઝનેસ સાથે સંકળાયેલા અને અન્ય બિઝનેસ સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હિતેશ પટેલે કહ્યુ કે, લેઉવા પાટીદાર સમાજના 1700 લોકોએ એક સાથે પ્રતિજ્ઞા લીધી હતી કે, અમે ક્યારેય ડ્રગ્સ કે શરાબને હાથ લગાવીશું નહીં.

આ કાર્યક્રમમાં BAPSના સંત અને મોટિવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું હતું કે, માણસે પોતાની આંતરિક ડિઝાઇન ચોખ્ખી રાખવી જોઇએ, તો જ તે એક નિશ્ચિત સ્તર સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યુ કે જો તમારામાં અહમ આવી જશે તો તમે પછડાટ ખાશો. તેમણે પરિવાર સભા પર ભાર મુકતા કહ્યું હતું કે પરિવાર સભાને કારણે અનેક પરિવારો વિખેરાતા બચી ગયા છે.

સ્વામીએ કહ્યુ કે, જો તમારી પાસે લક્ષ્મી માતા આવે તો તેનો સારો ઉપયોગ કરજો. પણ જો દારૂ કે ડ્રગ્સ પાછળ લક્ષ્મીનો ઉપયોગ કરશો ચો નગુણા સાબિત થશો.

આ કાર્યક્રમમાં મોટિવેશમલ સ્પીકર નેહલ ગઢવી પણ ખાસ હાજર રહ્યા હતા. તેમણે પોતાના ઉદબોધનમાં કહ્યું કે, આપણી આસપાસ એવા જ લોકોને રાખવા જોઇએ જે આગળ લઇ જવાની વાત કરતા હોય. તમે કોની સાથે ઉભા છો એના આધારે તમારું મૂલ્યાંકન થતું હોય છે. ગઢવીએ કહ્યુ કે, કોઇ વ્યક્તિ ડિપ્રેશનમાં છે એવી જો તમને ખબર પડે તો તેને ધિક્કારવાને બદલે સહયોગ આપજો, નેહલ ગઢવીએ કહ્યું હતું કે અમેરિકામાં ઉછરેલી નવી પેઢી મુળ ભાષા ગુજરાતી ભુલીન જાય તેનું ધ્યાન રાખજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp