'શું તું મારી ગર્લફ્રેન્ડ બનીશ...' ભારતીય યુવકે ચીની યુવતી સાથે લગ્ન કર્યા
એક ભારતીય છોકરાને પેરિસમાં MBAનો અભ્યાસ કરતી વખતે ચીનની છોકરી સાથે પ્રેમ થઈ ગયો. 5 વર્ષના લાંબા અંતરના સંબંધો પછી બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા. આ કપલ ઘણીવાર તેમની યુટ્યુબ ચેનલ પર તેમની લવ લાઈફ વિશેના વીડિયો શેર કરતા જોવા મળે છે. આ કપલ હાલમાં જર્મનીમાં રહે છે.
એક વીડિયોમાં કપલે તેમની લવ સ્ટોરી જણાવી હતી. સેન્ડી ચીનની રાજધાની બેઇજિંગની રહેવાસી છે. જ્યારે અવી ભારતના હરિયાણા રાજ્યનો રહેવાસી છે. અવીએ કહ્યું, 'મેં મારો અભ્યાસ હરિયાણાના ઘણા શહેરોમાં રહીને કર્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ લગભગ બે વર્ષ નોઈડામાં નોકરી કરી. પછી હું MBA કરવા પેરિસ ગયો. જ્યાં હું સેન્ડીને મળ્યો. અમે બંને એક જ યુનિવર્સિટીમાં ભણતા હતા.'
સેન્ડીએ કહ્યું, 'હું ચીનની રાજધાની બેઇજિંગમાં રહીને મોટી થઈ છું. હાઈસ્કૂલમાં જ મેં ફ્રેન્ચ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું નક્કી કર્યું હતું. નાનપણમાં જ્યારે તે ડાન્સ શીખતી હતી ત્યારે તેના શિક્ષક ફ્રેન્ચમાં વાત કરતા હતા. અહીંથી જ તે ફ્રાન્સ સાથે જોડાઈ હતી. આ જ કારણ હતું કે તેણે ફ્રાન્સની યુનિવર્સિટીમાં એડમિશન લીધું.
વીડિયોમાં કપલે જણાવ્યું કે, તેઓ પહેલીવાર ઓગસ્ટ 2011માં ફ્રાન્સમાં મળ્યા હતા. સેન્ડીએ કહ્યું કે પ્રથમ મીટિંગમાં અવિ ખૂબ જ આરામદાયક લાગતો હતો, એવું લાગતું ન હતું કે તે કોઈ અજાણી વ્યક્તિને મળી રહી છે. પહેલી મુલાકાતને યાદ કરતાં અવીએ કહ્યું, 'મને સેન્ડી ખૂબ જ ક્યૂટ લાગી. મને તેની આંખો અને સ્માઈલ ખુબ સારી લાગી.'
પહેલી મુલાકાત પછી બંને ફરવા ગયા. ત્યારબાદ બંને જણાએ મેસેજિંગ પર વાત કરવાનું શરૂ કર્યું. આ પછી બંનેની મુલાકાત કોલેજની ફ્રેશર પાર્ટીમાં થઈ હતી, આ પાર્ટી પછી બંને એકબીજાની થોડી વધુ નજીક આવ્યા હતા.
થોડા સમય પછી, કપલ તેમના પ્રેમની પહેલી મુલાકાત પર ભારતીય રેસ્ટોરન્ટમાં ગયા. સેન્ડીએ કહ્યું, મેં ત્યાં જઈને બિરયાની ખાધી. આ પછી કપલ એકબીજાને મળતું રહ્યું, પછી એક દિવસ અવીએ સેન્ડીને પૂછ્યું. 'તું મારી ગર્લફ્રેન્ડ બનીશ'. પ્રપોઝલ સાંભળીને સેન્ડીએ અવીને હા પાડી દીધી.
અવીએ વીડિયોમાં કહ્યું કે, બે વર્ષ MBA કર્યા બાદ તેને જર્મનીમાં નોકરી મળી. સેન્ડી પણ તેની સાથે આવી અને તેના રૂમમાં જરૂરી વસ્તુઓ સેટ કરવા લાગી હતી. વીડિયોમાં આ વાત કહેતા કહેતા સેન્ડી રડવા લાગી હતી. તેણે કહ્યું, જ્યારે હું અવીથી અલગ થઈને પેરિસ આવી ત્યારે હું એકલતા અનુભવવા લાગી. હું તો ટેક્સીમાં પણ રડતી હતી.
કપલે કહ્યું કે, 2018માં સેન્ડી પહેલીવાર ભારત આવી હતી. આ દરમિયાન અવીએ સેન્ડી સાથે આશ્ચર્યજનક રીતે સગાઈ કરી લીધી. સગાઈ વિશે સેન્ડીને કોઈ ખ્યાલ નહોતો. ત્યારબાદ બંનેએ એ જ વર્ષે કોપનહેગનમાં લગ્ન કરી લીધા. આ લગ્નમાં બંને પક્ષના સંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા હતા.
લગ્ન કર્યા પછી, સેન્ડી ભારતીય સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ છે. એક વીડિયોમાં તે કરવા ચોથની ઉજવણી કરતી જોવા મળી હતી. જ્યારે, અવી પણ ચીનના તહેવારોની ઉજવણી કરતો જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp