એર સ્ટ્રાઇકના પુરાવા માગનારા અંગે CM વિજય રૂપાણી આપ્યું નિવેદન

PC: twitter.com/vijayrupanibjp

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, બાલાકોટમાં વાયુસેનાની એર સ્ટ્રાઇકના પુરાવા માગનારા તમામ લોકો દેશવિરોધી અને પાકિસ્તાન સમર્થક છે પછી ભલે એ શહીદોના પરિવારજનો કેમ ન હોય. મંગળવારે ગાંધીનગર સ્થિત પાર્ટીની મુખ્ય કચેરી કમલમમાં તેમણે કહ્યું હતું કે, હું ફરી એકવાર કહી રહ્યો છું કે, આ ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. કેમ? કારણ કે પાકિસ્તાન એર સ્ટ્રાઇકના પુરાવા માગે છે અને કોંગ્રેસ પણ કંઇક આવી જ માગ કરી રહ્યું છે. બંનેની ભાષા એક જ છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આવા લોકો ભારતની કાર્યવાહી પર શંકા છે અને ભારતને બદનામ કરવા માટે પાકિસ્તાનના ઇરાદાઓનું સમર્થન કરે છે.  એક રિપોર્ટર દ્વારા મુખ્યમંત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, હુમલાના પુરાવા તો વિકટીમના પરિવારજનોએ પણ માંગ્યા હતા, તો એ શું પાકિસ્તાની થઈ ગયા..?” જેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, હા, પાકિસ્તાની ભાષા છે, એટલા માટે કે પુરાવા ના હોય આના, આના પુરાવા એટલે માટે ના હોય કે પાકિસ્તાની ધરતી પર જઈ આપણે ઓપરેશન કર્યુ

BJPના સંકલ્પ પત્રના ગુજરાતી ભાષાંતરના લોન્ચિંગ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ નવા ભારતની પ્રતિજ્ઞા છે. દુનિયાએ માન્યું છે કે ભારતે પાછલા પાંચ વર્ષમાં પ્રગતિ કરી છે. વીતેલા 60 મહિનામાં મોદી સરકારે ભ્રષ્ટાચાર સાથે સીધી લડાઇ લડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp