મે મહિનામાં 14 લાખ લોકોએ SIP ખાતા કરાવ્યા બંધ, શું મ્યુચ્યુઅલ ફંડથી થયો મોહ ભંગ?

PC: navi.com

કદાચ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ માટે ઉપયોગ કરાતા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અકાઉન્ટને બંધ કરાવનારાઓની સંખ્યા સતત વધી રહી છે. તેને પગલે બંધ થનારા SIP ખાતાઓની સંખ્યા મે મહિનામાં માસિક આધાર પર 7.4 ટકા વધીને 14.19 લાખ થઈ ગઈ. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના ટોચના એકમો એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના આંકડાઓ પરથી આ જાણકારી સામે આવી છે. SBI મ્યુચ્યુઅલ ફંડના ઉપ પ્રબંધ નિદેશક તેમજ મુખ્ય કારોબારી અધિકારી ડીપી સિંહે કહ્યું કે, બંધ થનારા ખાતાઓની સરખામણીમાં નવા SIP ખાતાઓની વધુ સંખ્યા આ નિવેશ માધ્યમમાં નિવેશકોના સતત વિશ્વાસને દર્શાવે છે. તેમણે કહ્યું કે, SIP ખાતાઓને બંધ કરવાની સુવિધા ઓનલાઇન માધ્યમથી ઉપલબ્ધ થવાન કારણે સંભવતઃ જુના ખાતાઓને બંધ કરનારાઓની સંખ્યા વધી છે.

એક તરફ જુના SIP અકાઉન્ટ બંધ થઈ રહ્યા છે તો તે જ અનુપાતમાં નવા ખુલી પણ રહ્યા છે. નવા SIP ખાતાઓનું રજિસ્ટ્રેશન એપ્રિલના 19.56 લાખથી વધીને મે મહિનામાં 24.7 લાખ થઈ ગયુ છે. આ રીતે ગત મહિને પાંચ લાખ કરતા વધુ નવા ખાતાઓનું રજિસ્ટ્રેશન થયુ છે. દરમિયાન, નિવેશકોએ મ્યુચ્યુઅલ ફંડમાં પોતાના પૈસા લગાવવા ચાલુ રાખ્યા છે. એપ્રિલ મહિનામાં થોડા ઘટાડા સાથે SIPમાં નિવેશ 13728 કરોડ રૂપિયા રહ્યો, જે મેમાં 14749 કરોડ રૂપિયાના નવા ઉચ્ચસ્તર પર પહોંચ્યો હતો.

તે પહેલા માર્ચમાં તે 14276 કરોડ રૂપિયા હતો. મે મહિનામાં નિવેશ વધવાથી SIPના પ્રબંધનને આધિન સંપત્તિઓ પાંચ ટકા વધીને 7.53 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ, જ્યારે એપ્રિલમાં 7.17 લાખ કરોડ રૂપિયા હતી. જુના ખાતાઓના બંધ થવાની વચ્ચે SIP પ્રવાહ વધવાનો મતલબ છે કે, નવા નિવેશક સરેરાશ નિવેશની સરખામણીમાં વધુ રકમ નિવેશ કરી રહ્યા છે.

આંકડાઓ અનુસાર, બંધ અથવા પરિપક્વ થનારા SIP ખાતાઓની સંખ્યા એપ્રિલમાં 13.21 લાખથી વધીને મે મહિનામાં 14.19 લાખ થઈ ગઈ. કુલ મળીને, નાણાકીય વર્ષ 2022-23માં 1.43 કરોડ SIP ખાતા બંધ કરવામાં આવ્યા અથવા પરિપક્વ થઈ ગયા. આ સંખ્યા નાણાકીય વર્ષ 2021-22માં 1.11 કરોડ SIPની હતી. આ ઉપરાંત, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના AUM મે મહિનામાં માસિક આધાર પર 4.5 ટકા વધીને 16.56 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. ઇક્વિટી યોજનાનું વેચાણ માસિક આધાર પર 21 ટકા વધીને 34100 કરોડ રૂપિયા થઈ ગયુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp