સુરતમાં રત્નકલાકારનો આપઘાત, મહેસાણામાં પશુપાલકે 30 ઉંઘની ગોળી ખાધી, કારણ સરખું

PC: gujaratmitra.in

વ્યાજખોના અજગર ભરડાને નાથવા માટે પોલીસ છેલ્લાં કેટલાંક સમયથી કડક પગલાં લઇ રહી છે, છતા વ્યાજ ખોરીનું દુષણ દુર થવાનું નામ નથી લેતું. હજુ થોડા દિવસ પહેલાં રાજકોટમાં એક કોલસાના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી પોતાની દુકાનમાં આપઘાત કરી લીધો હતો. તો હવે સુરતમાં પણ એક રત્નકલાકારે વ્યાજખોરોના આતંકથી કંટાળીને જીવન ટુંકાવી દીધું છે. મહેસાણામાં પણ વ્યાજખોરોની હેરાનગતિનો કિસ્સોસામે આવ્યો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી ગ્રીન વેલી બિલ્ડીંગમાં પરિવાર સાથે રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા અમિત સાવલિયાએ લેણદારોથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. જાણવા મળેલી માહિતી મુજબ અમિત સાવલિયાને લેણદારો ફોન કરીને સતત ધમકી આપતા હતા, જેથી સાવલિયાએ અંતિમ પગલું ભરી લીધું હતું. સરથાણા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

મહેસાણાના વિસનગરમાં રહેતા એક પશુપાલકે પશુ ખરીદવા માટે કિરીટ સેવંતીલાલ શાહ પાસેથી 22 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જાણવા મળેલી માહિતી મુજબ પશુપાલકે 22 લાખની સામે 1 કરોડ રૂપિયાની રકમ ચુકવી દીધી હોવા છતા કિરીટ શાહ તેની પાસેથી વધુ 32 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. વારંવારની ઉઘરાણીથી કંટાળી ગયેલા પશુપાલકે ઉંઘની એક સાથે 30 ગોળી ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

ગયા મહિને વિસનગરમાં જ આવો બનાવ બન્યો હતો. રેડીમેડનો ધંધો કરતા નવીન ચૌહાણે ધંધા માટે જયદીપ પટેલ પાસેથી પહેલા 1 લાખ અને પછી 6 લાખ રૂપિયા 3 ટકાના વ્યાજે લીધા હતા. એ પછી કોરોના મહામારીના સમયે નવીન ચૌહાણ રૂપિયા ચુકવી શક્યા નહોતા, પરંતુ એ પછી તેમણે 8.50 લાખ રૂપિયા ચુકવી દીધા હતા. આમ છતા જયદીપ પટેલે વધુ 6.40 લાખ રૂપિયાની માંગણી કરતા નવીન ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

હજુ થોડા દિવસ પહેલાંની જ વાત છે, રાજકોટમાં કોલસાના વેપાર સાથે સંકળાયેલા એક યુવાને પોતાની દુકાનમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવાને વ્યાજે પૈસા લીધી હતા અને તેની સામે 10 ગણી રકમ ચુકવી દીધા પછી પણ વ્યાજખોરોએ તેનું ઘર લખાવી લીધું હતું અને છતા રૂપિયાની માંગણી ચાલું રાખી હતી.વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ યુવાને આપઘાત કરી લીધો હતો અને સાથે સ્યુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામ પણ લખી દીધા હતા. પરિવારે વ્યાજખોરોની ધરપકડ ન થાય ત્યાં સુધી યુવાનનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp