અદાણી ગ્રુપની આ કંપનીનો શેર 14 ટકા સુધી ચઢ્યો, જાણો કારણ

PC: twitter.com

અદાણી ગ્રુપની કંપની એસીસી લિમિટેડના શેરોમાં સોમવારે 4 ટકા સુધીની તેજી જોવા મળી છે. એસીસીના શેર સોમવારે 5 મહિનાની ટોચની સપાટીએ પહોંચી ગયા હતા. આ સીમેન્ટ કંપનીના શેરોની કિંમતોમાં 21 જુલાઈથી અત્યાર સુધીમાં 14 ટકાની તેજી જોવા મળી છે. જણાવીએ કે, અદાણી ગ્રુપની આ કંપનીના શેરોમાં આવેલી તેજીનું મોટું કારણ ક્વાર્ટરમાં આવેલ પરિણામને માનવામાં આવી રહ્યું છે.

શેરોમાં મોટો ઉછાળો

સોમવારે સવારે એસીસી લિમિટેડના શેર 1943 રૂપિયાના લેવલ પર ઓપન થયા હતા. પણ જોત જોતામાં કંપનીના શેર 4 ટકાથી વધારેની તેજીની સાથે 2030 રૂપિયાના લેવલ પર પહોંચી ગયા હતા. જણાવીએ કે આ સતત 6ઠ્ઠો કારોબારી દિવસ છે જ્યારે એસીસી લિમિટેડના શેરોમાં તેજી જોવા મળી છે. જ્યારે આ દરમિયાન સેંસેક્સમાં 0.23 ટકાની તેજી જોવા મળી છે.

જૂન ક્વાર્ટરમાં મોટો ધમાકો

જૂનના ક્વાર્ટરમાં કંપનીનું જોરદાર પ્રદર્શન રહ્યું છે. કંપનીનો નફો એપ્રિલથી જૂન 2023 દરમિયાન ડબલ થઇ ગયો. એસીસી લિમિટેડનો ટોટલ નફો જૂન ક્વાર્ટરમાં 466 કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં કંપનીનો નફો 236 કરોડ રૂપિયા રહ્યો હતો. આ ઉપરાંત નેટ રેવેન્યૂ પણ 16.4 ટકા વધીને 5201 કરોડ રૂપિયો રહ્યો છે. જણાવીએ કે, EBITDA આ દરમિયાન 77 ટકા વધ્યો છે.

કંપનીએ શું કહ્યું

એસીસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અજય કપૂરે કહ્યું કે, આ વૃદ્ધિ બધા માર્કેટોમાં હાઈ ક્વોલિટીવાળી સિમેન્ટ પ્રોડક્ટ્સની મજબૂત માંગની સાથે સાથે સંચાલનને અનૂકૂળ કરવા અને પર્યાવરણીય પ્રભાવને ઓછું કરવાના અમારા નિરંતર પ્રયાસોથી પ્રેરિત હતી.

એટલું જ નહીં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે પણ જૂન ક્વાર્ટરના તેના પરિણામો જાહેર કર્યા છે. અદાણી ગ્રુપની આ કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક રીતે 51 ટકા વધ્યો છે અને જે 323 કરોડ રૂપિયા થઇ ગયો છે. અદાણી ગ્રીનના શેર માર્કેટ ક્લોઝ થવાના સમયે મામૂલી વધારાની સાથે 1094 રૂપિયા પર પહોંચી ગયા હતા. કંપનીના શેર પાછલા પાંચ દિવસોમાં 9.18 ટકા ચઢ્યા છે. આ વર્ષે જ YTDમાં આ શેર 42.08 ટકા ગગડ્યો છે. પાછલા એક વર્ષમાં આમાં 52 ટકાનો ઘટાડો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp