હવે એમેઝોન કરશે કર્મચારીઓને છૂટા, 18 હજારથી વધુ લોકોની જશે નોકરી

PC: economictimes.indiatimes.com

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર અને મેટા જેવી મોટી કંપનીઓ બાદ હવે ઈ-કોમર્સ કંપની એમેઝોન પણ હજારો કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ જાહેર થયેલા વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે કે હવે એમેઝોનમાં સૌથી મોટી છટણી જોવા મળી શકે છે, કંપની 18 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે.

આ આંકડો છેલ્લી વખત જાહેર કરવામાં આવેલા આંકડા કરતા ઘણો વધારે છે, યાદ અપાવીએ કે થોડા સમય પહેલા ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કંપની 10,000 કર્મચારીઓની છટણી કરી શકે છે. પરંતુ આ વખતે જે આંકડો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે, 18,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાનો મતલબ છે કે કંપની 70 ટકા નોકરીઓ કાપવાની યોજના બનાવી રહી છે.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, કેટલીક વધારાની છટણી પણ કરવામાં આવશે જેમાં એમેઝોન કોર્પોરેટ રેન્કના લોકો સામેલ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો રિપોર્ટમાંથી મળેલી માહિતી સાચી સાબિત થાય છે, તો તે કોઈપણ ઈ-કોમર્સ કંપનીમાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે.

યાદ અપાવી દઈએ કે જ્યારે 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે નવેમ્બરથી જ Amgenએ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. નવેમ્બરમાં, કંપનીએ તેના ડિવાઈઝ ડિવિઝનમાંથી કેટલાક કર્મચારીઓને છૂટા કર્યા છે, જે પછી એક સ્ત્રોતે રોઇટર્સને જણાવ્યું કે કંપની 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે.

રિપોર્ટથી એ પણ જાણવા મળ્યું છે કે કોવિડ 19 દરમિયાન કંપનીએ મોટી સંખ્યામાં લોકોની ભરતી કરી અને તેમને નોકરી પર રાખ્યા અને હવે કંપનીને તેનો નિર્ણય ભારે પડતો નજર આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બની શકે કે તેના કારણે કંપની આટલો મોટો નિર્ણય લઈ શકે છે. યાદ અપાવી દઈએ કે મેટાએ ગયા વર્ષે પણ 11 હજારથી વધુ લોકોને નોકરીમાંથી કાઢીને બહારનો રસ્તો બતાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp