ક્રિપ્ટો નિવેશકોને મોટો ઝટકો, બિટકોઈનનો ભાવ 19000 ડૉલરથી નીચે, ઈથેરિયમ પણ...

PC: businesstoday.in

ક્રિપ્ટોકરન્સી બજારમાં સોમવાર એટલે કે 19 સપ્ટેમ્બરે ભારે ઘટાડો જોવા મળ્યો. બિટકોઈનનો ભાવ ઘટીને 19 હજાર ડૉલરથી પણ નીચે ચાલ્યો ગયો છે. આ જ રીતે બીજો પ્રમુખ ક્રિપ્ટો કોઈન ઈથેરિયમ પણ છેલ્લાં 24 કલાકમાં 10 ટકાથી વધુ નીચે ગયો છે. સોમવારે સવારે 9.50 વાગ્યે ગઈકાલની સરખામણીમાં આજે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ 6.24 ટકા તૂટીને 910.15 બિલિયન ડૉલર રહી ગઈ છે. જોકે, બિટકોઈનની બજાર હિસ્સેદારી આજે 0.17 ટકા મજબૂત થઈને 39.60 ટકા પર પહોંચી ગઈ છે.

બજારોના જાણકારોના જણાવ્યા અનુસાર, અમેરિકાની કેન્દ્રીય બેંક દ્વારા આ અઠવાડિયે વ્યાજ દરમાં ભારે વધારો કરવાની આશંકાથી ક્રિપ્ટો માર્કેટમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત, મધ્ય જુલાઈ બાદથી જ તેજી પર સવાર ઈથેરિયમ પણ નીચે જતા ક્રિપ્ટો નિવેશકોમાં ચિંતા છે. ઈથેરિયમ બ્લોકચેનના અપગ્રેડેશનની અફવાઓથી ઈથેરિયમે તેજી મેળવી હતી. જોકે, હાલમાં બિટકોઈનના ભાવમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 5.97 ટકા નીચે જઈને હવે તે 18848.70 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. તેનું બજાર પૂંજીકરણ હવે 360 અબજ ડૉલર રહી ગયુ છે. છેલ્લાં સાત દિવસોમાં બિટકોઈન 13.00 ટકા નીચે આવી ચુક્યો છે.

ઈથેરિયમમાં પણ છેલ્લાં 24 કલાકમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. તે 10.20 ટકા તૂટીને 1304.27 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. સોમવારે ટિથરના રેટ પણ 0.1 ટકા તૂટીને 1 ડૉલર રહી ગયો છે. શિબૂ ઈનૂ પણ આજે 9.34 ટકા તૂટીને 0.00001079 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. પોલ્કાડોટનો ભાવ પણ 9.51 ટકા ઘટીને 6.33 ડૉલર રહી ગયો છે.

સોમવારે સોલાનામાં 6.62 ટકાનો ઘટાડો આવ્યો અને તેનો ભાવ 31.34 ડૉલર રહી ગયો છે. આ જ રીતે એક્સઆરપી 6.48 ટકા તૂટીને 0.3455 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે તો કાર્ડાનો ભાવ 9.20 ટકા નીચે જઈને 0.4396 ડૉલર રહી ગયો છે. યૂએસડી કોઈનમાં પણ આજે હળવો ઘટાડો આવ્યો છે અને તેનો ભાવ 0.01 ટકા નીચે જઈને 0.9999 ડૉલર રહી ગયો છે. ડોજકોઈનનો રેટ પણ સોમવારે ઘટી ગયો અને તેમા 7.08 ટકાનો ઘટાડો આવ્યો. તે તૂટીને 0.05714 ડૉલર પર આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp