આ રાજ્યમાં દારૂ વેચ્યા વિના એક્સાઇઝ વિભાગે 2600 કરોડની આ રીતે કમાણી કરી લીધી

PC: thehindubusinessline.com

તેલંગણામાં પહેલા આવું ક્યારેય નહોતું બન્યું. જ્યારે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરતા રાજ્યના સ્ટેટ એક્સાઇઝ વિભાગે દારૂની એકપણ બોટલ વેચ્યા વિના 2639 કરોડ રૂપિયા ભેગા કરવામાં સફળતા હાંસલ કરી છે. રાજ્ય સરકાર પાસે આ પૈસા 2620 દારૂની દુકાનોની ફાળવણી માટે લગભગ 1.32 લાખ અરજી દ્વારા આવ્યા. આમાંથી દરેક અરજી માટે બે લાખ રૂપિયાની ફી હતી. જે નોન-રિફંડેબલ હતી. સોમવારે લોટરી દ્વારા જિલ્લાવાર દુકાનોની પસંદગી કરવામાં આવશે.

લીકર શોપ ઓપન કરવા માટેની લાયસન્સ પ્રાપ્ત કરનારાઓએ દર વર્ષે 50 લાખથી 1.1 કરોડ રૂપિયા ફી આપવાની રહેશે. આ ફી એ ક્ષેત્રની જનસંખ્યા પર આધાર રાખે છે જ્યાં દુકાનની ફાળવણી કરવામાં આવી છે. વાર્ષિક લાયસન્સ ફીનો છઠ્ઠો ભાગ 23 ઓગસ્ટ સુધીમાં ભરવાની રહેશે.

નિયમો અનુસાર, 5000 સુધીની વસતી ધરાવતા વિસ્તારમાં રિટેલ એક્સાઇઝ દુકાને 50 લાખ રૂપિયા આપવાના રહેશે. 20 લાખથી વધુ વસતી ધરાવતા ક્ષેત્રમાં દુકાનનું લાયસન્સ મેળવારા વ્યક્તિએ દર વર્ષે 1.1 કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે.

એક લીકરના બિઝનેસમેન માટે પ્રોફિટ માર્જિનની તુલનામાં આ ફી ઓછી છે. તેઓ સાધારણ બ્રાન્ડ પર 27 ટકા અને પ્રીમિયમ દારૂ પર 20 ટકા માર્જિનની કમાણી કરી લે છે.

લાયસન્સમાં પણ આરક્ષણ

લીકર શોપનું લાયસન્સ મેળવવામાં પણ આરક્ષણ છે. જેમાં 786 લાયસન્સ એટલે કે 30 ટકા વંચિત વર્ગો માટે છે. આ દુકાનોમાંથી 15 ટકા ગૌડા વર્ગના લોકો માટે આરક્ષિત છે. જેઓ પારંપરિક રીતે તાડી કાઢે છે અને દારૂનું વેચાણ કરે છે. 10 ટકા દુકાનો અનુસૂચિત જનજાતિ માટે અને પાંચ ટકા અનુસૂચિત જનજાતિ માટે છે.

બે વર્ષ પહેલા લગભગ 69000 અરજીઓથી સરકારે 1370 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. આ વર્ષે મોટી છળાંગ મારતા દુકાન લાયસન્સ ફી દ્વારા સરકારે 3500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જાણકારોનું કહેવું છે કે 2023 અને આવતા વર્ષે ચૂંટણી આવી રહી છે. રાજ્યમાં આર્થિક વિકાસ, વ્યાપારિક આયોજન અને પર્યટનને પ્રોત્સાહન મળવાની સાથે સાથે દારૂની ખપત વધી છે. માટે વધારે લોકો આ બિઝનેસમાં આવવા માગે છે.

હૈદરાબાદમાં દારૂની 615 દુકાનો છે. સૌથી વધારે અરજી સેરિલિંગમપલ્લીથી મળી છે. આ સ્થાન હૈદરાબાદના આઈટી કોરિડોર અને શમશાબાદ ક્ષેત્રમાં છે. જ્યાં એરપોર્ટ છે. સરૂરનગર વિસ્તારમાં એક દુકાન માટે 10908 અરજીઓ મળવાની વાત કહેવામાં આવી છે.

અરજી માત્ર તેલંગણાથી નહીં બલ્કે અન્ય રાજ્યોમાંથી પણ આવી છે. અરજી કરનારાઓ મોટી સંખ્યામાં આંધ્ર પ્રદેશના છે.

તેલંગણામાં દારૂના વેચાણથી રાજ્યનો નફો બેગણો થયો છે. રાજ્યમાં 2015-16 માં દારૂથી નફો 12703 કરોડનો હતો. જે 2021-22માં વધીને 25585 કરોડ થયો. પાછલા એક વર્ષમાં આ લગભગ 30 હજાર કરોડ રૂપિયા થવાનું અનુમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp