ધનવાનોના લિસ્ટમાં મોટો ઉલટફેર, અદાણી પહોંચ્યા સાતમાં નંબરે, 22 અબજ ડોલર...

PC: fortuneindia.com

અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ અદાણી ગ્રુપ પર ખૂબ જ ભારે પડી રહ્યો છે. તેના પબ્લિશ થયા બાદથી જ ગૌતમ અદાણીના નેતૃત્વવાળી કંપનીઓના શેરોમાં ત્સુનામી આવી ગઈ છે અને તે સતત નીચે જઈ રહ્યા છે. શેરોમાં જોરદાર ઘટાડાની ખરાબ અસર એશિયાના સૌથી ધનવાન વ્યક્તિની નેટવર્થ પર પણ પડી છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં અત્યારસુધી ચોથા નંબર પર રહેલા ગૌતમ અદાણી એકદમથી નીચે સાતમા નંબર પર આવી ગયા છે.

ગૌતમ અદાણી ગત વર્ષ 2022માં દુનિયાના ટોપ-10 અબજોપતિઓમાં સૌથી વધુ કમાણી કરનારા ઉદ્યોગપતિ રહ્યા. તેમણે લિસ્ટમાં બીજા નંબર પર પહોંચવામાં સફળતા મેળવી પરંતુ, નવું વર્ષ 2023 ભારતીય ઉદ્યાગપતિ માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં તો બધુ બરાબર હતું પરંતુ, ગત 24 જાન્યુઆરીએ અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો એક રિપોર્ટ આવ્યો અને અદાણી ગ્રુપને નુકસાન થવાનું શરૂ થઈ ગયું. માત્ર બે દિવસોમાં જ અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 2.37 લાખ કરોડ રૂપિયા સુધી ઘટી ગયું. તેને પગલે ગૌતમ અદાણીની નેટવર્થ પણ ઘટીને 100.4 અબજ ડૉલર પર પહોંચી ગઈ. બે દિવસમાં જ તેમની સંપત્તિમાં 22 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે અને તેઓ સાતમાં નંબરે પહોંચી ગયા છે.

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી ટોપ-10 બિલિયોનેર્સના લિસ્ટમાં ચોથા નંબર પરથી નીચે સરકીને સાતમાં નંબર પર આવી ગયા હતા. આ ઉલટફેરમાં લાંબા સમય સુધી ગૌતમ અદાણીથી નીચે રહેલા વોરન બફેટ, બિલ ગેટ્સ અને લેરી એલિસન તેમની ઉપર નીકળી ગયા. ટોચના અબજોપતિઓના લિસ્ટમાં જે બદલાવ આવ્યો છે તે અનુસાર, ટોપ-10માં પહેલા નંબર પર 215 અબજ ડૉલર નેટવર્થ સાથે ફ્રાન્સના અરબપતિ બર્નાર્ડ આર્નોલ્ટ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. બીજા નંબર પર ટેસ્લા CEO એલન મસ્ક 170.1 અબજ ડૉલર સાથે રહેલા છે. અમેઝોનના કો-ફાઉન્ડર જેફ બેજોસ 122.4 અબજ ડૉલર નેટવર્થ સાથે દુનિયાના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ છે.

ગૌતમ અદાણીની નેટવર્થમાં આવેલા ઘટાડાનો સૌથી વધુ ફાયદો અરબપતિ લૈરી એલિસનને થયો અને તેઓ ચોથા નંબર પર પહોંચી ગયા. નેટવર્થમાં 932 મિલિયન ડૉલરની તેજી સાથે તેમની કુલ સંપત્તિ 112.8 અરબ ડૉલર થઈ ગઈ, જેને કારણે એલિસન દુનિયાના ચોથા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. લિસ્ટમાં પાંચમાં નંબર પર 107.8 અરબ ડૉલરની સંપત્તિ સાથે દિગ્ગજ નિવેશક વોરેન બફેટ અને 104.1 અબજ ડૉલર નેટવર્થ સાથે બિલ ગેટ્સ છઠ્ઠા નંબર પર છે.

લિસ્ટમાં સામેલ અન્ય નામોની વાત કરીએ તો કાર્લોસ સ્લિમ એન્ડ ફેમિલી 93 અરબ ડૉલરની સંપત્તિ સાથે આઠમાં નંબર પર અને લેરી પેજ 85 અરબ ડૉલરની સંપત્તિ સાથે લિસ્ટમાં નવમાં નંબર પર છે. ટોપ-10 અરબોપતિઓના લિસ્ટમાં ફ્રેન્ડોઈસ બેટેનકોર્ટ મેયર્સ (83.9) અરબ ડૉલર નેટવર્થ સાથે દસમાં નંબર પર પહોંચી ગઈ છે. તેમજ, ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 83.1 અરબ ડૉલર સાથે દુનિયાના 11માં સૌથી ધનવાન વ્યક્તિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp