ગૌતમ અદાણીની આ 5 ખાસ વાતો, જે તમને પણ પહોંચાડી શકે છે સફળતાના શિખરે

PC: indiatoday.in

ગૌતમ અદાણીની સફળતાની સ્ટોરી લોકો માટે પ્રેરણારૂપ છે. માત્ર પાંચ લાખ રૂપિયાથી વ્યાપારની શરૂઆત કરીને આજે દુનિયાના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. તેમના આ સફળતાભર્યા જીવન પરથી ઘણી એવી વાતો શીખવા મળે છે, જે તમને પણ સફળતાના શિખર પર પહોંચાડી શકે છે. તમે પણ તેમની સાથે સંકળાયેલી આ ખાસ વાતો વિશે જાણી લો.

ક્યારેય આશા ના છોડો

ઈન્ડિયા ટુડે મેગેઝીને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને Newsmaker of The Year 2022 પસંદ કર્યા છે. અદાણી ગ્રુપના ચેરમેને ઈન્ડિયા ટુડે ગ્રુપના ગ્રુપ એડિટોરિયલ ડાયરેક્ટર રાજ ચેંગપ્પા સાથે ખાસ વાતચીતમાં કહ્યું, હું ખૂબ જ આશાવાદી છું અને ક્યારેય આશા નથી છોડતો. ભારતમાં મંદીની સંભાવના પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે, વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરીને ભારત પહેલા કરતા વધુ મજબૂત બનશે.

હાર ના માનવી

ઈન્ટરવ્યૂ દરમિયાન એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીએ પોતાના વિશે એક ખાસ વાત જણાવી, જે તેમની સફળતાની રાહમાં સૌથી મહત્ત્વની રહી છે. તેમણે કહ્યું કે, તેઓ ક્યારેય હાર નથી માનતા. તેમણે કહ્યું, ગૌતમ અદાણી લોકતાંત્રિક ભારતની ઉપજ છે અને હાર માની લેવી અદાણી સંસ્કૃતિનો હિસ્સો નથી રહ્યો.

રિયલ હીરો કરે છે પ્રેરિત

ગૌતમ અદાણીએ પોતાની પ્રેરણા વિશે વાત કરતા જણાવ્યું કે, ભારતના અસલી હીરો તેમને પ્રેરિત કરે છે. તેમણે અરૂણિમા સિંહા અને કિરણ કનૌજિયાના નામ લેતા કહ્યું કે, પગ વિના પણ બંનેએ પોતાની હિંમત અને ઈરાદાના દમ પર દુનિયા જીતી. તેમની સ્ટોરી વાંચીને મારી આંખમાં આંસુ આવી ગયા. તેમની હિંમત મને પ્રેરિત કરે છે. તેમજ, કોર્પોરેટ સેક્ટરમાં ગૌતમ અદાણી પોતાના પ્રેરણાસ્ત્રોત દિવંગત ધીરૂભાઈ અંબાણીને માને છે. તેમણે કહ્યું કે, ભારતના લાખો વ્યવસાયીઓ માટે ધીરૂભાઈ ઈન્સ્પિરેનશન છે.

કામમાં દખલ ન કરવી

ગૌતમ અદાણીએ પોતાની સફળતાનો ખાસ મંત્ર પણ શેર કર્યો. તેમણે કહ્યું કે, આપણા તમામ ઉદ્યોગો વ્યવસાયીઓ અને કાબેલ CEO ચલાવે છે. હું તેમના રોજના કામમાં દખલ નથી કરતો. મારું કામ આગળની દિશા શોધવી, પૂંજી ભેગી કરવી અને તેમના કામની સમિક્ષા કરવાનું છે. આથી, હું આટલા મોટા અને વિસ્તૃત ઉદ્યોગ સંભાળવાની સાથોસાથ નવા ઉદ્યોગ અને આગળ વધવાના નવા અવસરો પર ધ્યાન આપી શકું છું.

ખૂબ જ ખાસ છે બિઝનેસ મોડલ

અદાણી ગ્રુપની સાત કંપનીઓ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે અને તેમનો કારોબાર એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક્સ, માઈનિંગ, ગેસ, ડિફેન્સ તેમજ એરોસ્પેસ અને એરપોર્ટ જેવા ઘણા સેક્ટર્સમાં ફેલાયેલો છે. પોતાના બિઝનેસ મોડલને લઈને ગૌતમે કહ્યું કે, અમે કંપનીને શરૂ કરીએ છીએ, નફા લાયક બનાવીએ છીએ અને પછી માર્કેટમાં લિસ્ટ કરાવીએ છીએ. અદાણી વિલ્મર IPO તેનું ઉદાહરણ છે. 1999માં શરૂ થયેલી આ કંપનીના શેરોનું લિસ્ટિંગ ફેબ્રુઆરી, 2022માં થયું. તેમણે કહ્યું કે, વીતેલા નવ વર્ષમાં દેવા કરતા બે ગણો નફો તેમના ગ્રુપને થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp