USની વસ્તીના માત્ર 1 ટકા ભારતીય મૂળના અમેરિકનો, છતા ચૂકવે છે 6 ટકા ટેક્સ

PC: jagran.com

ભારતના લોકોમાં અમેરિકા જઈને વસવાટ કરવાનો ક્રેઝ ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો છે અને અમેરિકન ઈકોનોમી ભારતીય મૂળના લોકોનો ઘણો મોટો ફાળો છે. પછી તે ટેકનોલોજી ક્ષેત્રમાં હોય કે બીજા અન્ય કોઈ પણ ક્ષેત્રોમાં. તમે અમેરિકાના કોઈ પણ ક્ષેત્રમાં જોશો તો ભારતીયોનો ફાળો તમને ચોક્કસથી જોવા મળશે. પછી તે ગુગલના સીઈઓ સુંદર પિચાઈ હોય કે ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ. તેવામાં ભારતીય અર્થતંત્રમાં પણ ટેક્સની ચૂકવણી કરીને ભારતીય મૂળના લોકો ઘણો મોટો ફાળો આપે છે.

ભારતીય મૂળના અમેરિકી નાગરિકોની સંખ્યા માત્ર એક ટકા છે છતાં તેમણે 6 ટકા ટેક્સ ભરવો પડે છે, આ વાત એક કોંગ્રેસમેને કહી છે. હાઉસ ફ્લોર પર પોતાના પહેલા ભાષણમાં 54 વર્ષીય રિચ મૈકકોર્મિકે કહ્યું છે કે તેમના સમુદાયના પાંચ ડૉક્ટરોમાંથી એક ભારતથી છે અને તેમણે આટલો વધારે ટેક્સ ભરવો પડી રહ્યો છે. તેમણે ભારતીય મૂળના અમેરિકનોને મહાન દેશભક્ત, ઈમાનદાર નાગરિક અને એક સારા મિત્ર તરીકે જણાવ્યું છે.

આ લોકો કોઈ પણ સમસ્યા પેદા કરતા નથી. કાયદાનું પાલન કરે છે. પછી પણ તેમણે અહીં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જણાવી દઈએ, તેઓ પ્રોફેશનથી એક ચિકિત્સક અને રિપબ્લિકન મૈકકોર્મિક જોર્જિયાના છઠ્ઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનારા વ્યક્તિ છે. તેમણે 8 નવેમ્બર 2022ના થયેલી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના બોબ ક્રશ્ચિયનને હાર આપી હતી. જોર્જિયામાં ભારતીય-અમેરિકનોની ઘણી સારી એવી વસ્તી છે.

તેમણે કહ્યું હતું કે- હું આ અવસર પર ખાસ કરીને તે લોકોની સરાહના કરવા માટે ઊભો છું, જે ભારતથી આવીને અહીં વસ્યા છે. અમારા સમુદાયનો એક મોટો ભાગ છે, જે લગભગ એક લાખ લોકોથી બન્યો છે, જે સીધો ભારતથી આવેલો છે. તેમના કહેવા પ્રમાણે, મારા સમુદાયમાં દરેક પાંચ ડૉક્ટરમાંથી એક ભારતીય મૂળના ડૉક્ટર છે. તેઓ અમેરિકાના અમારા કેટલાંક સૌથી સારા નાગરિકોમાંથી એક છે. અમે એ સુનિશ્ચિત કરવા ઈચ્છીએ છીએ કે અમે તે લોકો માટે સુવિધાઓ સુનિશ્ચિત કરીએ જે અહીંના કાયદા કાનૂનનું પાલન કરે છે અને પોતાના ટેક્સની ચૂકવણી કરતા આવ્યા છે અને સમાજમાં સૌથી રચનાત્મક અને ઉત્પાદક બનવાની ભૂમિકા ભજવે છે. તેમણે ભગવાન પાસે આશિર્વાદ માંગતા ભારતીય રાજદૂત સાથે મુલાકાત કરવાની ઈચ્છા જતાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp