Jefferiesને હોસ્પિટલ શેરોમાં દેખાઈ ખરીદીની તક, 4 સ્ટોક્સ માટે આપી ટાર્ગેટ પ્રાઈઝ

PC: bqprime.com

ગ્લોબલ રિસર્ચ એન્ડ બ્રોકિંગ ફર્મ Jefferiesએ ભારતના હેલ્થકેર સેક્ટર પર વલણ બનાવી રાખ્યું છે. સાથે જ તે નિયામકીય પડકારોને પગલે હોસ્પિટલ્સ શેરોમાં હાલમાં આવેલા ઘટાડાને ખરીદીની સારી તકના રૂપમાં જોઈ રહી છે. રિસર્ચ ફર્મે હેલ્થકેર સેક્ટરની માંગને મજબૂત ગણાવી અને તેનાથી હોસ્પિટલ્સના ગ્રોથમાં તેજીની આશા વ્યક્ત કરી છે. હાલમાં આવેલા ન્યૂઝ રિપોર્ટ્સ અનુસાર, ગુરુગ્રામની ઓથોરિટીઝે ત્રણ હોસ્પિટલ્સ- મેદાંતા, ફોર્ટિસ અને આર્ટેમિસને પોતાના 20% બેડ, આર્થિકરીતે નબળા વર્ગ (EWS) અને ગરીબી રેખા નીચે (BPL)ના રોગીઓ માટે રિઝર્વ રાખવા માટે કહ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, 5 લાખ રૂપિયા કરતા ઓછાં બિલવાળા એવા દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. જ્યારે 5થી 10 લાખ રૂપિયાના બિલવાળા દર્દીઓ પાસેથી માત્ર 10 ટકા પૈસા લેવામાં આવશે. તેમજ, 10 લાખ રૂપિયા કરતા વધુના બિલવાળા દર્દીઓને મહત્તમ 30 ટકા ચુકવણી કરવાનું કહેવામાં આવશે.

આ નિયામકીય બદલાવને પગલે હોસ્પિટલ્સ શેરોમાં વેચાણ તરફી વલણ જોવા મળ્યું. ખાસ કરીને એ શેરોમાં જેમની ગુરુગ્રામમાં મજબૂત સ્થિતિ છે, જેમ કે મેદાંતા હોસ્પિટલ્સને ચલાવનારી કંપની ગ્લોબલ હેલ્થનો મહત્તમ કારોબાર ગુરુગ્રામમાંથી આવે છે અને એપ્રિલમાં અત્યારસુધી આ શેરોમાં આશરે 8.39 ટકાનો ઘટાડો આવી ચુક્યો છે.

ફોર્ટિસ હેલ્થકેર, અપોલો હોસ્પિટલ્સ અને મેક્સ હેલ્થકેર જેવી બીજી હોસ્પિટલ્સના શેરોમાં આ મહિને આશરે 2 ટકાનો ઘટાડો આવ્યો છે. આ હોસ્પિટલ્સની સ્થિતિ ગ્લોબલ હેલ્થ કરતા સારી છે કારણ કે, તેમનું ગુરુગ્રામમાં લિમિટેડ એક્સપોઝર છે. ગુરુવારે 6 એપ્રિલે ગ્લોબલ હેલ્થ અને ફોર્ટિસ હેલ્થકેરના શેર ક્રમશઃ 2 ટકા અને 1.06 ટકાના ઘટાડા સાથે બંધ થયા. તેમજ, મેક્સ હેલ્થકેરમાં 2.67 ટકાની તેજી જોવા મળી. જ્યારે, અપોલો હોસ્પિટલ્સના શેર સપાટ બંધ થયા.

જેફરીઝે કહ્યું કે, નિયામકીય સ્તર પર શોર્ટ-ટર્મ પડકારો છતા, હોસ્પિટલ્સ પોતાના વિસ્તાર માટે ભારે પૂંજી નિવેશ કરી રહી છે. તે પોતાની સેવાઓ વધારવાની સાથોસાથ વધુ બેડ પણ જોડી રહી છે અને ઓક્યૂપેન્સી દરને વધુ સારી બનાવ રહી છે. જેફરીઝે કહ્યું કે, વધતી ઓક્યૂપેન્સી દર અને નફામાં સુધારને પગલે તેમણે આશરે 15%ના રેવેન્યૂ ગ્રોથ દરને જાળવી રાખવો જોઈએ. તેની બેલેન્સ શીટ પણ મજબૂત છે, જે હાલના ઘટાડા બાદ તેના વેલ્યૂએશનને આકર્ષક બનાવે છે.

જેફરીઝે ચારેય હોસ્પિટલ્સ શેરો પર બાય રેટિંગને જાળવી રાખ્યો છે. તેમા વેદાંતાને ચલાવનારી ગ્લોબલ હેલ્થ તેના મનપસંદ શેર છે. ફર્મે અપોલો હોસ્પિટલ્સ માટે 5375 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે. ફોર્ટિસ હેલ્થકેર માટે 340 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈઝ નક્કી કરી છે. જ્યારે મેક્સ હેલ્થકેરને 530 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપી છે. તેમજ, ગ્લોબલ હેલ્થ માટે તેણે 630 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈઝ રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp