આ ઘી બનાવનારી કંપનીએ બનાવ્યા કરોડપતિ, 5 વર્ષમાં આપ્યું 20,000% રિટર્ન

શેર બજારમાં પૈસા કમાવવા માટે યોગ્ય રીતના શેર લેવા ખૂબ જ જરૂરી હોય છે. સારા સ્ટોકમાં રોકાણ કરીને તમે સારો એવો નફો કમાઇ શકો છો. શેર માર્કેટમાં ઘણી કંપનીઓના સ્ટોક્સે રોકાણકારોને મોટો ફાયદો કરાવી આપ્યો છે. આવા સ્ટોક્સને મલ્ટીબેગર શેર કહેવામાં આવે છે. આવા જ એક શેરની વાત અહીં કરવામાં આવી છે. આ મલ્ટીબેગર સ્ટોક એફએમસીજી કંપનીનો છે.

એડિબલ ઓઈલ બનાવનારી કંપનીએ પોતાના લાંબા સમયના રોકાણકારોને છપ્પડફાડ રિટર્ન આપ્યું છે. માત્ર 5 વર્ષમાં આ કંપનીના શેરે પોતાના રોકાણકારોને લખપતિથી કરોડપતિ બનાવી દીધા છે. આ દરમિયાન કંપનીના શેરોમાં 20 હજાર ટકાથી વધારાની તેજી નોંધવામાં આવી છે.

જણાવીએ કે, પ્રાઈમ ઈન્ડસ્ટ્રીઝ એક વનસ્પતિ ઘી બનાવનારી કંપની છે. જેનો પ્લાન્ટ પંજાબના ફિરોઝપુરમાં છે. કંપનીનું માર્કેટ કેપ 209.76 કરોડ રૂપિયાનું છે. 1 ઓગસ્ટના રોજ પ્રાઈમ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં સપાટ કારોબાર જોવા મળ્યો અને દિવસના અંતે તે 0.04 ટકાના ઘટાડાની સાથે 134.00 રૂપિયાના દરે બંધ થયો.

જોકે, આજથી લગભગ 5 વર્ષ પહેલા 16 ઓગસ્ટ 2018ના રોજ પ્રાઈમ ઈન્ડસ્ટ્રીઝના શેર BSE પર માત્ર 0.60 રૂપિયાના ભાવ પર બિઝનેસ કરી રહ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં આ શેર લગભગ 22,233.33 ટકા વધી ચૂક્યો છે.

જેનો અર્થ એ થાય છે કે, જો કોઈ રોકાણકારે આજથી 5 વર્ષ પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજની તારીખમાં તે રોકાણને વેચ્યું ન હોય તો આજે તે 1 લાખ રૂપિયાની વેલ્યૂ વધીને લગભગ 2.23 કરોડ રૂપિયા હોત. તે કરોડપતિ હોત.

વળી, જો કોઈ રોકાણકારે તે સમયે 50 હજાર રૂપિયા પણ આ કંપનીના શેરમાં લગાવ્યા હોત તો, આજે તેની પાસે 1.12 કરોડ રૂપિયા થઇ ગયા હોત. કંપનીના શેરોનું હાલમાં પ્રદર્શન પણ સારું રહ્યું છે. પાછલા એક વર્ષમાં આ શેરે પોતાના રોકાણકારોને 2537.80 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં આ કંપનીના શેરોની કિંમત 2096.72 ટકા વધી ચૂકી છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.