આ રેલવે સ્ટોકે લગાવ્યો હાઈ જંપ, 1 વર્ષમાં 98 રૂપિયાનો શેર થયો 529નો

છેલ્લાં 3 વર્ષમાં પણ આ રેલવે સ્ટોકે BSE પર 1338.14% ની શાનદાર બઢત હાંસલ કરી છે. આ મિડકેપ સ્ટોર, જે 28 જૂને, 2020ના રોજ 52 અઠવાડિયાના નીચલા સ્તર 98.30 રૂપિયા પર પહોંચી ગયો હતો, કાલે BSE પર 529.20 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો. ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડના શેર નિવેશકોની ઘણી કમાણી કરાવી રહ્યો છે. રેલવે માટે ઘણા પ્રકારનો સામાન બનાવનારી કંપનીએ પોતાના શેરધારકોના 1 લાખ રૂપિયાને ડાયરેક્ટ 21 લાખમાં બદલી લીધા. મલ્ટીબેગર ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડના શેર પોતાના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો. રેલવે સ્ટોક, 28 જૂન, 2022ના રોજ 52 અઠવાડિયાના નીચલા સ્તર 98.30 રૂપિયા પર પહોંચી ગયા હતા, જે કાલના કારોબારી સત્રમાં 529.40 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો.

તેનો મતલબ છે કે, સ્ટોક એક વર્ષમાં 439% કરતા વધુ વધી ગયો. છેલ્લાં ત્રણ વર્ષોમાં આ શેરમાં 1338% ની જોરદાર તેજી આવી છે. રેલવેનો સ્ટોક, જે 26 જૂન, 2020ના રોજ 35.04 રૂપિયા પર બંધ થયો હતો, કાલે BSE પર 529.40 રૂપિયાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો. તેની સરખામણીમાં સેન્સેક્સ ત્રણ વર્ષમાં 81.71 ટકા ચડ્યો છે. ચાલુ સત્રમાં, ટીટાગઢ રેલનો સ્ટોક BSE પર 4.67% વધીને અત્યારસુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો. તેના પહેલા BSE પર શેર 520.85 રૂપિયા પર ખુલ્યો.

શેર એક વર્ષમાં 402% અને 2023માં 124% ચડી ગયો છે. જો કોઈ નિવેશકે 3 વર્ષ પહેલા ટીટાગઢ રેલ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો અત્યારસુધી તેની પૂંજી 21 લાખ રૂપિયા કરતા વધુ બની જતે. છેલ્લાં એક વર્ષમાં ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેરોએ 320 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લાં 24 મેના રોજ ટીટાગઢ રેલના શેર 300 રૂપિયાના લેવલ પર હતો. ગુરુવારે 15 જૂને ટીટાગઢ રેલના શેર 411 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો હતો. મે મહિનાથી અત્યારસુધી નિવેશકોને આશરે 40 ટકા રિટર્ન મળી ચુક્યુ છે.

સ્ટોકનો રિલેટિવ સ્ટ્રેંથ ઇન્ડેક્સ (આરએસઆઈ) 79.6 પર છે, જે એ દર્શાવે છે કે, તે ઓવરબોટ ઝોનમાં કારોબાર કરી રહ્યો છે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેરોનો એબીટા 0.9 છે, જે એક વર્ષમાં ઓછી અસ્થિરતાનો સંકેત આપે છે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસના મુવિંગ સરેરાશ કરતા ઊંચો છે. કંપનીના કુલ 1.88 લાખ શેરોએ આજના સત્રમાં 9.66 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. કંપનીનો માર્કેટ કેપ વધીને 6098 કરોડ રૂપિયા થઈ ગયો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.