નિર્મલા સીતારમણે ચેતવ્યા, વિભિન્ન દેશોનું વધતું દેવુ દુનિયાને મંદીમાં ધકેલી શકે

PC: twitter.com

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે 12મી જાન્યુઆરીના રોજ વોઇસ ઓફ ગ્લોબસ સાઉથ સમિટ નામના એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન નાણાં મંત્રીઓના સત્રની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે, વિભિન્ન દેશોના વધતા દેવાને જો અવગણવામાં આવશે તો તે ગ્લોબલ લેવલ પર મંદીનું એક કારણ બની શકે છે. તેમણે કહ્યું કે, જો આ સમસ્યાને હલ કર્યા વગર છોડી દેવામાં આવશે, તો આ વધતા દેવાનું સંકટ આખી દુનિયામાં મંદી લાવી શકે છે અને લાખોની સંખ્યામાં લોકોને ગરીબી રેખાની નીચે મોકલી શકે છે.

નાણાં મંત્રીએ કહ્યું કે, વૈશ્વિક સ્તર પર દેવાથી જોડાયેલી અસુરક્ષાની સ્થિતિ વધી રહી છે અને એક વ્યવસ્થાગત ગ્લોબલ દેવું સંકટનું જોખમ પેદા કરી શકે છે. આ એ દેશોમાં જોઇ શકાય છે કે, જે આજે બહારના દેવાને ચૂકવવા અને ભોજન તથા બળતણ જેવી ઘરેલુ જરૂરિયાતોને પૂરી કરવા માટ સંઘર્ષ કરી રહી છે. એવામાં વિકાસના સામાજિક આયામ અને વધતા નાણાંકીય અંતરના વિષય પર ધ્યાન આપવાની જરૂર છે. જેનો સામનો કેટલાક દેશ કરી રહ્યા છે.

સીતારમણે કહ્યું કે, આપણે એવી સિસ્ટમની સંભાવના તલાશવી જોઇએ, જેને મલ્ટીલેટર ડેવલપમેન્ટ બેન્કો તરફથી મળતું સમર્થન એ દેશની જરૂરિયાતો અનુરૂપ હોય અને ટકાઉ પણ હોય. ભારત વિદેશ નીતિમાં નવા પ્રયોગો હેઠળ વડાપ્રધાન મોદીની આગેવાનીમાં વોઇસ ઓફ ગ્લોબસ સાઉથ નામથી એક વર્ચ્યુઅલ સમ્મેલન કરી રહ્યું છે. જેમાં લગભગ 120 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. ગ્લોબલ સાઉથ સામાન્ય રીતે એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વિકાસશીલ દેશો અને ઉભરતી અર્થવ્યવસ્થાઓને કહેવાય છે. આ સંમ્મેલનની થીમ એકતાનો અવાજ, એકતાનો ઉદ્દેશ્ય છે.

બે દિવસ સુધી ચાલનારા આ સમ્મેલનમાં કેટલાક કાર્યક્રમ અને સત્ર આયોજિત કરવામાં આવશે. નાણાં મંત્રીઓ માટે આયોજિત સત્રની થીમ લોકો પર કેન્દ્રિત કરવા માટે નાણાંકીય પોષણ હતું, જેના હેઠળ ડેવલપમેન્ટ ફાઇનાન્સિંગ, વિકાસ સહાયતા અને પાર્ટનરશિપ, નાણાંકીય સમાવેશન અને ડિજિટલ પબ્લિક ગુડ્સ સહિત અન્ય વિષયો પર ચર્ચા થઇ.

નિર્મલા સીતારમણે આ મોકા પર કહ્યું કે, ભારત દાયકાઓથી ગ્રાંટ, લેટર ઓફ ક્રેડિટ, ITEC પહેલ અને ટેક્નીકલ પરામર્શ દ્વારા અગણિત ક્ષેત્રોમાં વિકાસ માટે સહયોગ વધારવાના પ્રયાસોમાં આગળ રહ્યું છે. તેમણે કહ્યું કે, અમારી ડેવલપમેન્ટ પરિયોજનાઓ ગ્લોબલ સાઉથના અન્ય દેશોમાં શેર કરવા અને ક્ષમતા નિર્માણ માટે રોલ મોડલ બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp