હવે દેશમાં પહેલીવાર શેરબજારમાં પ્રોપર્ટી, ઇન્ફ્રામાં રોકાણ કરવા નવી સિસ્ટમ લોન્ચ
નિવેશ માટે રિયલ એસ્ટેટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સૌથી સારા વિકલ્પના રૂપમાં જોવામાં આવે છે. આવી કંપનીઓમાં જોખમ ઓછું હોય છે અને તેનું રિટર્ન પણ સારું મળે છે. પરંતુ, આ પ્રકારની કંપનીઓમાં નિવેશ માટે ઘણા બધા પૈસાની જરૂર હોય છે, જેના કારણે ઘણા બધા નિવેશક આ પ્રકારની કંપનીઓમાં ડાયરેક્ટ પોતાના પૈસા લગાવી નથી શકતા પરંતુ, હવે તેનો વિસ્તાર કરતા નિવેશકોને આ લાભ પણ આપવામાં આવી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની એક શાખા એનએસઈ ઇન્ડિસેઝ લિમિટેડે મંગળવારે દેશનું પહેલું રિયલ એસ્ટેટ નિવેશ ટ્રસ્ટ (REIT) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિવેશ ટ્રસ્ટ (InvIT) ઇન્ડેક્સ લોન્ચ કર્યું છે. આ એક નિવેશ વાહન છે જે રાજસ્વ પેદા કરનારી રિયલ એસ્ટેટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિનો માલિકી હક આપે છે.
NSE ઇન્ડ઼ેક્સના CEO મુકેશ અગ્રવાલે કહ્યું કે, સૂચકાંકનો ઉદ્દેશ્ય NSE પર સાર્વજનિક રૂપથી સૂચિબદ્ધ અને કારોબાર કરનારી આરઈઆઈટી અને ઇનવિટના પ્રદર્શનને ટ્રેક કરવાનો છે. REITs અને InvITs ને પેદા કરનારા પાયાના ઢાંચા અને રિયલ એસ્ટેટ પરિયોજનાઓ વિરુદ્ધ ધન ભેગુ કરવા માટે મજબૂત વૈકલ્પિક નાણાકીય સાધનોના રૂપમાં માન્યતા પ્રાપ્ત છે.
તેમણે આગળ કહ્યું કે, આ ઉપકરણ રિયલ એસ્ટેટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિઓ માટે એક્સપોઝર પ્રદાન કરે છે અને ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ જેવી નિયમિત સંપત્તિમાં નિવેશ થી થનારા જોખમોથી અલગ પ્રકારનું જોખમ પ્રદાન કરે છે. તેના દ્વારા નિવેશક પોતાના રિસ્કને ડાઇવર્સિફાઇ કરીને ઇક્વિટી ડેટ અને ગોલ્ડ જેવા એસેટ ક્લાસની જેમ જ નિયમિત આવક પ્રાપ્ત કરી શકે છે.
REITs રિયલ એસ્ટેટ પરિયોજનાઓમાં નિવેશ કરે છે જ્યારે InvITs લાંબી અવધિની સાથે પાયાની ઢાંચા પરિયોજનાઓમાં નિવેશ કરે છે. આ ટ્રસ્ટોના માધ્યમથી નિવેશકોને ખરીદવામાં આવેલા યૂનિટના આધાર પર ડિવિડન્ટના રૂપમાં આપવામાં આવે છે, જેના દ્વારા સારું રિટર્ન પણ મળે છે.
નિફ્ટી REITs અને InvITs ઇન્ડેક્સની બેઝ વેલ્યૂ 1000 છે અને તેને ત્રિમાસિક આધાર પર રિવ્યૂ કરવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં સામેલ સિક્યોરિટીઝના વેટેજનું નિર્ધારણ તેના ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનના આધાર પર હશે જે 33 ટકા સિક્યોરિટીઝ કેપને આધિન હશે. આ ઇન્ડેક્સમાં સામેલ ટોપ 3 સિક્યોરિટીઝનું વેટેજ 72 ટકા કરતા વધુ ના હોઇ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp