- Tech and Auto
- 140 કરોડ વસ્તી 7.5% પાસે કાર, કાશ્મીરમાં 23% લોકો પાસે કાર અને ગુજરાતમાં ફક્ત...
140 કરોડ વસ્તી 7.5% પાસે કાર, કાશ્મીરમાં 23% લોકો પાસે કાર અને ગુજરાતમાં ફક્ત...
જો તમે એ વિચારી રહ્યા છો કે, દિલ્હી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લોકો પાસે વધારે કાર છે તો તમે ખોટા છો અને તમારે આ આર્ટિકલ વાંચવો જોઇએ. દિલ્હી, મુંબઇ જેવી ગીચ આબાદી ધરાવતા અને પૈસા વાળા શહેરો વિશે એ જ વિચારવામાં આવે છે કે, અહીં દરેક ઘરમાં લોકો પાસે કાર અવશ્ય જ હશે. પણ આવું નથી. આનંદ મહિન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભારતનો એક એવો નકશો શેર કર્યો છે કે જેમાં, દરેક રાજ્યમાં પ્રતિ ઘર કારોના આંકડા બતાવવામાં આવ્યા છે અને તમને જાણીને પણ નવાઇ લાગશે કે, દિલ્હી કે મહારાષ્ટ્રની જગ્યા પર કાશ્મીર અને ગોવા જેવા રાજ્યોમાં લોકો પાસે વધારે કાર છે. તો ચાલો તમને જણાવીએ કે, આ રોચક મેપના માધ્યમથી આનંદ મહિન્દ્રાએ બીજી શું જાણકારી આપી છે.

આનંદ મહિન્દ્રા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. તેઓ ઘણી વખત ટ્વીટર પર કંઇકને કંઇક પોસ્ટ કર્યા જ કરે છે. ઘણી વખત તેમની પોસ્ટ ઘણી રસપ્રદ હોય છે. આનંદ મહિન્દ્રાએ ભારતનો એક ખાસ નકશો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં ભારતીય રાજ્યોમાં પ્રતિ ઘર કાર ખરીદનારા લોકોની ટકાવારી બતાવવામાં આવી છે. પોસ્ટ શેર કરતા આનંદ મહિન્દ્રાએ યૂઝર્સને પુછ્યું કે, તમારો આ વિશે શું વિચાર છે? આ મેપમાં જે સરવે બતાવવામાં આવ્યો છે, તેમાં દરેક રાજ્યમાં પ્રતિ ઘર કાર ખરીદનારાઓની સંખ્યા બતાવવામાં આવી છે.
What are your conclusions when you see this map? I’m curious… pic.twitter.com/DD4lz2Lrzx
— anand mahindra (@anandmahindra) December 27, 2022
તમને જાણીને નવાઇ લાગશે કે, 140 કરોડથી વધારે આબાદી વાળા દેશમાં, આ સરવે અનુસાર, ફક્ત 7.5 ટકા લોકો પાસે જ કાર છે. સૌથી વધારે કાર માલિક ગોવામાં છે જ્યારે સૌથી ઓછા કાર માલિક બિહારમાં છે. ગોવામાં આ આંકડો 45.2 ટકા છે જ્યારે, બિહારમાં ફક્ત 2 ટકા છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે, દિલ્હીમાં ફક્ત 19.4 ટકા પરિવારો પાસે જ કાર છે. મહારાષ્ટ્રમાં ફક્ત 8.7 ટકા પરિવાર જ કાર માલિક છે. આ સરવે નેશનલ ફેમેલી વેલ્થ સરવે તરફથી કરવામાં આવેલો 5મો સરવે છે અને તે 2019થી 2021 દરમિયાન કરવામાં આવ્યો છે.

સરવેમાં ખબર પડી છે કે, પહાડી રાજ્યોમાં લોકો પાસે વધારે કાર છે. જેમાં જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, કેરળ, પંજાબ વગેરે છે. જ્યારે, હરિયાણા, ગુજરાત, મેઘાલય જેવા રાજ્યોમાં 10 ટકાથી ઓછો પરિવારો પાસે કાર છે. આનંદ મહિન્દ્રાની આ ટ્વીટ પર યુઝર્સના ખૂબ રીએક્શન આવી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને પબ્લિક ટ્રાન્સપોર્ટની અછત ગણાવી રહ્યા છે તો કેટલાક અન્ય કારણ બતાવી રહ્યા છે. આનંદ મહિન્દ્રાની આ ટ્વીટ ઝડપથી વાયરલ થઇ રહી છે.

