ઈલેક્ટ્રિક વાયર બનાવનાર આ કંપનીના શેરની કિંમત થઇ 5000, 4 વર્ષમાં પૈસા કર્યા ડબલ

PC: businessstandard.com

પોલીકેબ કંપની વિશે લગભગ રોજ કોઈ નવી જાણકારી સામે આવી રહી છે. આ કંપનીનો મુખ્ય બિઝનેસ ઈલેક્ટ્રિક વાયર બનાવવાનો છે. આ દેશની અગ્રણી વાયર મેન્યુફેક્ચરિંગ કંપની છે. વાયર ઉપરાંત કંપવી કેબલ ફેન, લાઈટિંગ અને સ્વિચ બનાવે છે.

પોલીકેબ કંપનીનો શેર બજારમાં એપ્રિલ 2019માં આવ્યો હતો. આ કંપનીના IPOની કિંમત 533 રૂપિયાથી 538 રૂપિયા પ્રતિ શેર હતી. આની લિસ્ટિંગ 21.41 ટકા પ્રીમીયમની સાથે 644.45 રૂપિયા પર થઇ હતી. આ લગભગ 4 વર્ષ પહેલાની વાત છે. પણ આ 4 વર્ષમાં પોલીકેબના શેરે ક્યારેય પાછળ વળી જોયું નથી.

5000ને પાર થયો પોલીકેબ શેર

મંગળવાર એટલે કે 22 ઓગસ્ટ 2023ના રોજ પોલીકેબ શેરે એક ઐતિહાસિક સ્તર પાર કર્યું. કારોબારના છેલ્લા દિવસના અંતમાં પોલીકેબ શેર BSE પર 5005 રૂપિયા પર બંધ થયો. મંગળવારે શેર 4875 રૂપિયા પર ખુલ્યો હતો અને કારોબાર દરમિયાન રોજ તેજીની સાથે અંતમાં 3.19 ટકા ચઢીને 5000 રૂપિયાને પાર કરી બંધ થયો. શેર માટે 5000 રૂપિયાનો આંકડો મોટી વાત છે.

પાછલા લગભગ એક મહિનામાં પોલીકેબના શેર 6.52 ટકા ચઢ્યા છે. જ્યારે 6 મહિનામાં શેરે 63 ટકાનું રિટર્ન આપ્યું છે. તો એક વર્ષમાં શેર 108 ટકા વધ્યો છે. આજથી લગભગ એક વર્ષ પહેલા આ શેર લગભગ 2500 રૂપિયાનો હતો. જે હવે સીધો ડબલ થઇ ગયો છે. આનો 52વીક હાઈ 5005 રૂપિયા છે. જ્યારે 52 વીક લો 2310 રૂપિયા છે.

4 વર્ષમાં જોરદાર રિટર્ન

લિસ્ટિંગ પછીથી પોલીકેબના શેરે જોરદાર 677 ટકાનું રિટર્ન આપ્યું છે. એટલે કે 4 વર્ષમાં આ ઈલેક્ટ્રિક વાયર બનાવનાર કંપનીએ રોકાણકારોના પૈસા લગભગ 7 ગણા કરી દીધા છે. જે રોકાણકારોને IPOમાં આ શેર મળ્યો હશે, તેમના માટે તો 4 વર્ષમાં આ શેર મલ્ટીબેગર સાબિત થયો છે.

ઉલ્લેખનીય છે કે, પોલીકેબ કંપનીનો બિઝનેસ જોરદાર રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો લગભગ 28 ટકા વધ્યો છે. જ્યારે આવકમાં દમદાર 82 ટકાની તેજી જોવા મળી છે. રિઝલ્ટ પછીથી જ શેરમાં એકતરફી રેલી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp