સહારામાં ફસાયેલ પૈસા લેવા આ દસ્તાવેજો જરૂરી, તેના વિના અરજી મંજૂર નહીં થાય

સહારા ગ્રુપની 4 સહકારી સમિતિઓમાં જમા પોતાના પૈસા પાછા લેવા માટે અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ આ વિશે શરૂ કરવામાં આવેલા સહારા રિફંડ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જાણકારી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 150 કરોડ રૂપિયા રકમનો દાવો પ્રાપ્ત થયો છે. એવામાં તમને જણાવીએ કે જો તમારા પણ પૈસા સહારાની સ્કીમમાં ફસાયા છે અને તમે આ પોર્ટલના માધ્યમે રિફંડ મેળવવા અરજી કરવા જઈ રહ્યા છો તો તમારી પાસે અમુક જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે. તેના વિના તમને રિફંડના રૂપિયા પાછા મળશે નહીં. સાથે જ તમારી અરજી પણ રદ્દ કરી દેવામાં આવશે.
દાવો કરવામાં આવેલી રકમ કઈ રીતે મળશે
દાવો કરવામાં આવેલી રકમને રિફંડ યોગ્ય લાગવા પર ક્લેમ આપવાની તારીખથી 45 દિવસો પછી સીધી રીતે જમાકર્તાના આધાર-લિંક બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. જે રોકાણકારોનો દાવો સફળતાપૂર્વક સબમિટ થશે, તેને પોર્ટલ પર એક પાવતી સંખ્ય દેખઆશે અને વેરિફિકેશન માટે જમાકર્તાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS મોકલવામાં આવશે.
10 હજાર સુધીની રકમ હમણા મળશે
સહારાની ચાર સ્કીમમાં રોકાણ માટે લગભગ 4 કરોડ રોકાણકારોના પૈસા 45 દિવસમાં પાછા આપવામાં આવશે. જોકે શરૂઆતી સ્ટેજમાં માત્ર એ લોકોના રૂપિયા પરત કરવામાં આવશે, જેમનું રોકાણ 10 હજાર રૂપિયા છે. તો 10 હજાર કરતા વધારે રોકાણ કરનારાઓને પણ પહેલા સ્ટેજમાં આટલા જ રૂપિયા આપવામાં આવશે.
તમને જણાવીએ કે, અમિત શાહે 18 જુલાઈના રોજ CRCS સહારા રિફંડ પોર્ટલની શરૂઆત કરી હતી. સરકારે માર્ચ મહિનામાં કહ્યું હતું કે ચાર સહકારી સમિતિઓના 10 કરોડ રોકાણકારોને તેમના રૂપિયા 9 મહિનામાં પરત કરી દેવામાં આવશે.
અરજી માટે આ દસ્તાવેજોની જરૂરત
- મેંબરશિપ નંબર
- જમા અકાઉન્ટ નંબર
- આધાર કાર્ડ સાથે જોડાયેલ એક્ટિવ મોબાઈલ નંબર
- ડિપોઝિટ સર્ટિફિકેટ કે પાસબુક વિવરણ
- પાનકાર્ડ(50 હજાર રૂપિયા અને તેનાથી વધુની દાવો કરવામાં આવેલી રકમ માટે)
આ પહેલા કોર્ટે સહારા-સેબી રિફંડ ખાતામાંથી 5000 કરોડ રૂપિયાની રકમ સહકારી સમિતિઓના સીઆરસીએસના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધીમાં સહારાના 7 લાખ રોકાણકારોએ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જેના હેઠલ કુલ 150 કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp