હોળીના અવસરે આ 5 શેરમાં રોકાણની સંદીપ જૈને આપી સલાહ

PC: twitter.com/SandeepKrJainTS

હોળીના અવસરને ખરાબ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો મનદુઃખ ભૂલીને એકબીજાને મળે છે. દરેક તહેવારની પાછળ એક જ ઉદ્દેશ્ય હોય છે, લોકો ખુશ રહે. પરંતુ, ખુશ રહેવાના ઘણા રસ્તાઓ છે. આજની તારીખમાં આર્થિકરીતે ખુશહાલ બનવાનો પણ એક ઉદ્દેશ્ય હોય છે. જો તમે ઈચ્છતા હો કે તમારું જીવન પણ રંગોથી સદાબહાર રહે તો આજથી જ બચતની શરૂઆત કરી દો. જો તમે શેર બજારને નજીકથી જાણતા હો, તો અહીં દાંવ લગાવીને લાંબી અવધિમાં મોટું ફંડ ભેગુ કરી શકાય છે. આમ તો શેર બજારની જાણકારી વિના કોઈએ તેમા રોકાણ ના કરવુ જોઈએ. કારણ કે, મોટાભાગના લોકોએ નુકસાન ઉઠાવવુ પડે છે. જો તમે શેર બજારમાં આ હોળી પર નિવેશ કરવા ઈચ્છુક હો તો અહીં 5 એવા સ્ટોક્સ વિશે માહિતી આપવામાં આવી છે, જેમા રોકાણ દ્વારા તમે શરૂઆત કરી શકો છો.

માર્કેટ એક્સપર્ટ અને tradeswift ના ડાયરેક્ટર સંદીપ જૈને નિવેશકોને આ 5 સ્ટોક્સમાં નિવેશની સલાહ આપી છે. તેમનું કહેવુ છે કે, આ શેરમાં ત્યારે જ નિવેશ કરો જ્યારે તમે લાંબાગાળા માટે રોકાણ કરવા માંગતા હો. એટલે કે, લાંબી અવધિ સુધી શેરને પોતાના પોર્ટફોલિયોમાં રાખી શકો છો. જો નિવેશક લાંબા સમય માટે આ સ્ટોકમાં રોકાણ કરી રાખશે તો તેમને સારું રિટર્ન મળવાની સંભાવના છે.

આ કડીમાં માર્કેટ એક્સપર્ટે પહેલો સ્ટોક ICICI Bank નો ખરીદવાની સલાહ આપી છે. 6 માર્ચે ICICI Bankનો શેર 670 રૂપિયા પર હતો. છેલ્લાં એક વર્ષમાં આ બેંકના શેરે 32 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. જ્યારે, આ દરમિયાન સેન્સેક્સમાં 14 ટકાની તેજી આવી છે.

બીજો સ્ટોક તેમણે Akzonobel ખરીદવાની સલાહ આપી છે. આ શેર હાલ 70 રૂપિયામાં મળી રહ્યો છે. ગત એક વર્ષમાં આ શેર એક દાયરામાં કારોબાર કરી રહ્યો છે. એક વર્ષમાં તેણે 3 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું છે. જોકે, એક્સપર્ટને લાગે છે કે, આગળ આ શેરમાં તેજી આવી શકે છે.

આ કડીમાં ત્રીજું નામ IT સેક્ટરની બીજી મોટી કંપની Infosys નું છે. Infosysના શેર હાલ 1511 રૂપિયા પર છે. પરંતુ, છેલ્લાં એક વર્ષમાં તે 1923ના સ્તર સુધી જઈ આવ્યો છે. એક વર્ષમાં Infosysના શેરે 13 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે.

ચોથું નામ Panama Petrochem નું છે. સોમવાર એટલે કે 6 માર્ચના રોજ આ શેર 326 રૂપિયા પર હતો. એક્સપર્ટે આ શેરમાં તેજીની સંભાવના વ્યક્ત કરી છે. આ શેરે ગત એક વર્ષમાં આશરે 48 ટકાનું દમદાર રિટર્ન આપ્યું છે.

છેલ્લે તેમણે Star Cement ના નામની સલાહ આપી છે. સિમેન્ટ સેક્ટરમાં આગળ મજબૂત ગ્રોથની સંભાવના છે. હાલ, આ શેર 114 રૂપિયાનો છે. છેલ્લાં એક વર્ષમાં સ્ટોકમાં તેજી બની રહેલી છે. આ શેરે એક વર્ષમાં આશરે 33 ટકાનું રિટર્ન આપ્યું છે.

(નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp