SEBIની પીઆર સુંદરની કંપની પર લાલ આંખ, 5 વર્ષમાં 40 ગણી વધી સંપત્તિ

PC: moneycontrol.com

પીઆર સુંદરની ટ્રેડિંગ ફર્મ માનસુન કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ 2017માં સ્થાપિત થયા બાદ ઝડપથી આગળ વધી રહી છે. કોર્પોરેટ કેસના મંત્રાલય દ્વારા મળેલા ડેટા દ્વારા ખબર પડે છે કે, નાણાંકીય વર્ષ 18 બાદ માનસુન કન્સલ્ટન્સીનો પ્રોફિટ સતત વધી રહ્યો છે. આ નાણાંકીય વર્ષ 18માં 88.24 લાખ રૂપિયાના સ્તર પર હતું, જે નાણાંકીય વર્ષ 22માં 23.43 કરોડ રૂપિયા થઇ ગયું છે. કંપનીનો ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ પ્રોફિટ પણ સમાન રૂપે પ્રભાવશાળી રહ્યો છે. પાંચ વર્ષ દરમિયાન, કંપનીનો ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ 21 ગણો વધીને નાણાંકીય વર્ષ 22માં 14.06 કરોડ રૂપિયા થઇ ગયો, જે નાણાંકીય વર્ષ 18માં 68.31 લાખ રૂપિયાના સ્તર પર હતો.

શરૂઆતી બે નાણાંકીય વર્ષો સુંદર માટે સારા ન રહ્યા. ટ્રેડિંગથી થયેલા 1.37 કરોડ રૂપિયાના લોસ બાદ નાણાંકીય વર્ષ 20માં સુંદરની કંપનીને 5.65 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો. ત્યાંથી માનસુન કન્સલ્ટન્સીનો F&O પ્રોફિટ કેટલાક ગણો વદીને 14.65 કરોડ રૂપિયા થઇ ગયો. એક ટ્વીટને લઇને સોશિયલ મીડિયા પર ટ્રોલર્સનો સામનો કરનારા ટ્રેડરની કંપની માનસુનની નેટવર્થ પાંચ વર્ષમાં લગભગ 40 ગણી વધીને 35.58 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

તેનાથી પરે, માનસુન કન્સલ્ટન્સી કથિત રૂપે અનરજિસ્ટર્ડ ઇનવેસ્ટમેન્ટ એડવાઇઝરી સર્વિસિઝ આપવા માટે માર્કેટ રેગ્યુલેટર SEBIના નિશાના પર આવી ગઇ છે. SEBIએ નંવેમ્બર મહિનાના અંતથી જ આ કેસની તપાસ શરૂ કરી દીધી હતી. કોર્પોરેટ કેસના મંત્રાલયના ડેટાબેઝમાં માનસુન કન્સલ્ટન્સીનો ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ પ્રોફિટને સ્પષ્ટ રૂપે નથી બતાવવામાં આવ્યો. નેટ વર્થ અને નેટ પ્રોફિટના આંકડા જ્યાં કંપનીના નાણાંકીય આકડાથી લેવામાં આવ્યા છે, જ્યારે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના આંકડા સુંદરના ઓડિટરે મીડિયાને ઉપલબ્ધ કરાવ્યા હતા.

આ વર્ષો દરમિયાન માનસુન કન્સલ્ટન્સીની અન્ય આવક, કોન્ફ્રેન્સ, સેમિનાર્સ, યુટ્યુબ સ્પોન્સરશિપ, માર્કેટિંગ સાથે જોડાયેલી આવક, મેન્ટરશિપની આવક, ટ્રેનિંગ ફીઝની આવકની સાથે સાથે બ્રોકિંગ રેવન્યુથી થઇ રહેલી આવક, જે પીઆર સુંદરના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના પ્રોફિટને પાછળ છોડી રહી છે. ઉદાહરણ તરીકે, નાણાંકીય વર્ષ 21માં તેમની અન્ય આવક 10.12 કરોડ રૂપિયા રહી હતી, જ્યારે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સનો પ્રોફિટ 10.12 કરોડ રૂપિયા હતો. નાણાંકીય વર્ષ 22માં તેમની અન્ય આવક 21.60 કરોડ રૂપિયા હતી, જે 14.06 કરોડ રૂપિયાના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના પ્રોફિટ કરતા વધારે હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp