આ IT કંપનીના શેરધારકો માટે ખુશખબરી, નફામાં વૃદ્ધિ બાદ 2 ડિવિડન્ડની કરી જાહેરાત

PC: goodreturns.in

દેશની સૌથી મોટી IT કંપનીએ પોતાના શેરધારકો માટે બે ડિવિડન્ડની જાહેરાત કરતા તેના શેરધારકોમાં ખુશી જોવા મળી રહી છે. ટાટા કન્સસ્ટન્સી સર્વિસીસ એટલે કે TCSએ પોતાના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન કંપનીનો કન્સોલિડેટેડ નફો ત્રિમાસિક આધાર પર 10431થી વધીને 10846 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ ચાર ટકાનો વધારો છે. તેમજ, વાર્ષિક આધાર પર તે 9767થી 11 ટકા વધ્યો છે. આ નફા સાથે જ કંપનીએ શેરધારકો માટે બે અલગ-અલગ ડિવિડન્ડની જાહેરાત કરી દીધી છે.

કંપનીએ 67 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ અને 8 રૂપિયા પ્રતિ શેરનું અંતરિમ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, બજારના જાણકારોને કંપની પાસે હજુ પણ વધુ નફાની આશા કરી હતી. બજાર TCSથી 11137 કરોડના નફાનું અનુમાન લગાવી રહ્યું હતું. કંપનીના પરિચાલનથી આવક ત્રિમાસિક આધાર પર 553.9 કરોડથી 5.27 ટકા વધીને 58229 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

TCSના CEO અને MD રાજેશ ગોપીનાથને કહ્યું છે કે, અમે એક સીઝનલી નબળા ત્રિમાસિકમાં પોતાની મજબૂત વૃદ્ધિથી સંતુષ્ટ છીએ. અમારી ક્લાઉડ સર્વિસીસ, બજારમાં હિસ્સેદારી અને નોર્થ અમેરિકા તેમજ યૂકેમાં પહોંચ અને વિસ્તારથી અમને આ લાભ મળ્યો છે. હાલની અનિશ્ચિતતાઓથી આગળ જોતા લાંબી અવધિમાં અમારી વૃદ્ધિનું પરિદ્રશ્ય મજબૂત દેખાઈ રહ્યું છે.

આ ત્રિમાસિકમાં કંપનીનો એટ્રીશન રેટ (નોકરી છોડવાનો દર) વધી ગયો છે. કંપનીને ત્રિમાસિકમાં શુદ્ધરીતે 2197 નવા લોકોને છોડ્યા. 10 ત્રિમાસિકોમાં આવુ પહેલીવાર થયુ છે જ્યારે કંપની પાસે કર્મચારીઓની સંખ્યા ઘટી છે. જોકે, કંપનીને આશા છે કે IT સેક્ટરમાં એટ્રીશન રેટ નીચે આવશે. ઉલ્લેખનીય છે કે, નોકરી છોડવાનો દર જો વધશે તો કંપનીઓએ સેલેરી વધારવી પડે છે જેની અસર તેમના નફા પર થાય છે. આ ત્રિમાસિકમાં કંપની પાસે કુલ 616171 કર્મચારીઓ હતા.

આજે શેર બજારમાં તેજી જોવા મળી અને TCS પણ લીલા નિશાનમાં જ રહ્યું. ત્રિમાસિક પરિણામો આવતા પહેલા જ આ શેર 3.38 ટકા અથવા 108 રૂપિયાના વધારા સાથે 3320 રૂપિયાની આસપાસ બંધ થયો. છેલ્લાં એક અઠવાડિયામાં આ શેર આશરે 50 રૂપિયા વધ્યો છે. TCSનો માર્કેટ કેપ 11.75 લાખ કરોડ રૂપિયા કરતા વધુ છે અને તે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં શામેલ છે. TCS ટાટા ગ્રુપની લાર્જ કેપ કંપની છે. તે દુનિયાના ઘણા દેશોમાં પોતાની સેવાઓ પ્રદાન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp