આ 5 રીતે રૂપિયા આવ્યા હોય તો ITRમાં બતાવવી જરૂરી, નહીંતર મળશે નોટિસ

PC: indiafilings.com

ઈનકમ ટેક્સ રિટર્ન(ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. સરકારે કહી દીધું છે કે ITR ભરવાની ડેડલાઇન આગળ વધારવામાં આવશે નહીં. એવામાં જો તમને ડેડલાઈન પછી ITR ભરશો તો ફાઈન ભરવાનો રહેશે. જો આ પાંચ પ્રકારની ઈનકમ તમે ITRમાં દાખલ કરતા નથી તો આયકર વિભાગ દ્વારા નોટિસ પણ મળી શકે છે.

જો તમે પોતાના સંતાનના નામે રોકાણ કર્યું છે તો તેના વિશે ITRમાં જણાવવાનું રહે છે. સામાન્ય રીતે સગીર બાળકના નામે બેંક ખાતું ખોલાવી શકાય છે. પણ તેમાં માતા-પિતા નોમિની તરીકે રહે છે. જો તમને તમારા બાળકના નામ પર કરેલા રોકાણ દ્વારા વ્યાજ મળે છે, તો તેને તમારી આવક સાથે જોડી દેવામાં આવે છે. જેને માતા-પિતાએ પોતાની આવકમાં દેખાડવાનું રહે છે. સગીરની આવક જોડવા પર 1500 રૂપિયા ડિડક્શન માટે ક્લેમ કરી શકાય છે.

ITR દાખલ કરતા સમયે, એ આવકને પણ દેખાડવાની હોય છે જ્યાંથી તમને વ્યાજ મળી રહ્યું હોય છે. માની લો કે તમે PPFમાં રોકાણ કર્યું છે. તો તેના પર મળતું વ્યાજ ટેક્સ ફ્રી હોય છે. પણ તમારે ITRના ફોર્મમાં આ વિશે જાણકારી આપવાની રહે છે. રિટર્નમાં તેના માટે જગ્યા આપવામાં આવે છે, જ્યાં તમારે માહિતી ભરવાની રહે છે.

ટેક્સપેયર ઘણીવાર ITRમાં સેવિંગ બેંક અકાઉન્ટ દ્વારા મળતાં વ્યાજની આવક દેખાડવાનું ભૂલી જાય છે. તેમને લાગે છે કે આ નાની આવકથી શું ફરક પડશે. પણ આ ભૂલ ભારે પડી શકે છે. આ પ્રકારની આવકને પણ ITRમાં દેખાડવાની રહે છે. ITRમાં દેખાડ્યા પછી સેક્શન 80TTA હેઠળ વાર્ષિક 10 હજાર રૂપિયા સુધી ડિડક્શન તરીકે ક્લેમ કરવાનું રહે છે.

જો તમે વિદેશમાં રોકાણ કરો છો, જે ડાયરેક્ટ ઈક્વિટી હોલ્ડિંગ્સ કે ફોરેન ફંડ્સ કે હાઉસ પ્રોપર્ટીના રૂપમાં હોઈ શકે છે. તો આ પ્રકારના રોકાણ વિશે તમારે ITRમાં જણાવવાનું રહે છે. સાથે જ હોલ્ડિંગ્સથી થનારી કમાણીને પણ દેખાડવાની રહે છે. ટેક્સપેયર્સે આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહે છે.

વ્યાજથી થનારી કુલ કમાણી એટલે કે, Accrued interest. આ એવી આવક છે જેની કમાણી તો થાય છે પણ મળતી નથી. આ કમ્યુલેટિવ ડિપોઝિટવ કે બોન્ડ દ્વારા મળતું વ્યાજ, જેની ચૂકવણી માત્ર મેચ્યોરિટી પર કરવામાં આવે છે. આ પ્રકારની કમાણી પર TDS લઇ શકાય છે. માટે જરૂરી છે કે આ રોકાણને ITRમાં દેખાડવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp