આ કારણે દેશની સૌથી મોટી કંપનીના શેરમાં આવી શકે છે અધધધ.. 83%નો ઉછાળો

PC: businesstoday.in

હાલ, શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, છતા કેટલાક શેર એવા છે જે પોઝિટિવ પરિણામ આપી રહ્યા છે. તેમાંથી જ એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં માર્ચ ત્રિમાસિક બાદ સોમવારે તેજી જોવા મળી છે. એક બ્રોકરેજ ફર્મે કહ્યું કે, મજબૂત ત્રિમાસિક પરિણામ બાદ રિલાયન્સના શેર અનડિમાન્ડિંગ વેલ્યૂએશન પર કરોબાર કરી રહ્યા છે અને આગળ પણ શેરોમાં તેજીની પૂરી સંભાવના છે. જેફરીઝ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફોરવર્ડ એબિટા ગુણક કોવિડ-19 બાદથી સૌથી નીચલા સ્તર પર છે. સાથે જ 5 વર્ષના સરેરાશથી ડિસ્કાઉન્ટ પર છે. જેફરીઝ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજમેન્ટે શુદ્ધ દેવા સંબંધી ચિંતાઓને દૂર કરી છે. એક વિદેશી બ્રોકરેજ ફર્મે સ્ટોક માટે 3125 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે.

Goldman Sachs એ કહ્યું કે, અનુશાસિત પૂંજી વહેંચવા અને એક ગણા કરતા ઓછાંનું શુદ્ધ દેવુ/એબિટા બનાવી રાખવા પર રિલાયન્સના નિવેદનથી નિવેશકોની ચિંતાઓ દૂર થવી જોઈએ. Goldman Sachs એ કહ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોક જો નીચે જાય તો 12 ટકા (2065 રૂપિયા) સુધી તૂટી શકે છે. તેમજ, આ સ્ટોકમાં 83 ટકા (4300 રૂપિયા)ની તેજી આવી શકે છે. જેપી મોર્ગને કહ્યું કે, રિલાયન્સના સ્ટોક પર રિસ્ક રિવોર્ડ આકર્ષક છે અને નિફ્ટીની સરખામણીમાં RIL નો હાલનો અંડરપરફોર્મન્સ અનુચિત છે.

CLSA એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 2970 રૂપિયા પ્રતિ શેરની ટાર્ગેટ પ્રાઇઝની સાથે બાય રેટિંગ બનાવી રાખી છે. માર્કેટ કેપિટલાઇઝેશનના મામલામાં દેશની સૌથી વેલ્યૂએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફામાં માર્ચના ત્રિમાસિકમાં 19.10 ટકાનો વધારો નોંધાયો છે. કંપનીનો નફો ગત વર્ષના આ ત્રિમાસિક 16203 કરોડ રૂપિયાના સરખામણીમાં વધીને 19299 કરોડ રૂપિયા થઈ ગઈ. મુકેશ અંબાણીની આગેવાનીવાળા ગ્રુપે કહ્યું કે, ત્રિમાસિકમાં તેનું ઓપરેશન રેવેન્યૂ 2.12 ટકા વધીને 216376 કરોડ રૂપિયા થઈ ગઈ.

જેપી મોર્ગને કહ્યું કે, નાણાકીય વર્ષ 22-23માં રિલાયન્સના મોટા કન્ઝ્યુમર કેપેક્સે તેની સ્થિતિને મજબૂત કરી છે. આ બ્રોકરેજે શેર પર માર્ચ 2024 માટે 2960 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ રાખી છે. રિલાયન્સના શેર સોમવારે સવારે એક ટકા વધ્યા. રિલાયન્સના શેરની કિંમત NSE પર 2380.90 રૂપિયાના ઉચ્ચ સ્તર પર પહોંચ ગઈ. જોકે, ત્યારબાદ શેરોમાં ઘટાડો આવી ગયો. શેરબજારના જાણકારો અનુસાર, RIL ના શેરની કિંમતને 2285 પર મજબૂત સપોર્ટ મળ્યો જ્યારે, તેને 2420 પર રજિસ્ટેન્સનો સામનો કરવો પડ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે BSE ફાઇલિંગમાં કહ્યું હતું કે, ડિજિટલ સર્વિસ સેગમેન્ટે 15.4 ટકાની વૃદ્ધિ મેળવી જ્યારે, YoY આધાર પર રિટેલમાં 19.4 ટકાની વૃદ્ધિ થઈ છે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમના માર્ચના ત્રિમાસિકમાં વાર્ષિક આધાર પર નફામાં 13 ટકાનો વધારો નોંધાયો છે, જેનાથી તેનો નેટ પ્રોફિટ 4716 કરોડ રૂપિયા પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp