ટોપ 5 સ્મોલ કેપ ફંડ્સ, જેણે ઈન્વેસ્ટરોને આપ્યું છપ્પરફાડ રિટર્ન

PC: jagran.com

મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશકોને ફાઇનાન્સિયલ ગોલ અને રિસ્ક ઉઠાવવાની ક્ષમતાના આધાર પર સ્કીમ પસંદ કરવાનો ઓપ્શન મળે છે. નિવેશક ઇચ્છે તો સંપૂર્ણરીતે ઇક્વિટી સ્કીમ પસંદ કરી શકે છે, કેપ પછી ડેટ કે હાઇબ્રિડ. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રિસ્ક વધુ રહે છે પરંતુ, તેમા રિટર્ન પણ સારું મળે છે. ઇક્વિટી કેટેગરીમાં એક સ્કીમ સ્મોલ કેપ ફંડ્સની છે. તેમા લાંબી અવધિમાં નિવેશકોને સારું રિટર્ન મળે છે. ગત મહિને સ્મોલ કેપ સ્ક્રીમ્સમાં નિવેશકોએ ખૂબ નિવેશ કર્યું. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના ડેટા અનુસાર, મે 2023માં સ્મોલ કેપ ફંડ્સમાં 3282.50 કરોડ રૂપિયાનું નિવેશ આવ્યું. જો સ્મોલ કેપ ફંડ્સમાં ટોપ 5 સ્કીમ્સ જોઇએ, તો તેમા ખૂબ સારું વેલ્થ ક્રિએશન થયુ છે. તેમા નિવેશકોએ વીતેલા 5 વર્ષમાં 5000 મંથલી SIPથી 7 લાખ સુધીનો ફંડ બન્યો છે.

Quant Small Cap Fund

ક્વાંટ સ્મોલ કેપ ફંડનું SIP રિટર્ન ગત 5 વર્ષમાં સરેરાશ 18.2 ટકા વાર્ષિક રહ્યું છે. આ સ્કીમમાં 5000 રૂપિયા મંથલી નિવેશ 5 વર્ષમાં વધીને 7.61 લાખ રૂપિયા થઈ ગયુ. આ સ્કીમમાં મિનિમમ નિવેશ 5000 રૂપિયા છે. જ્યારે, મિનિમમ SIP 1000 રૂપિયા છે.

Nippon India Small Cap Fund

નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડનું SIP રિટર્ન વીતેલા 5 વર્ષમાં સરેરાશ 31.86 ટકા વાર્ષિક રહ્યું છે. આ સ્કીમમાં 5000 રૂપિયા મંથલી નિવેશ 5 વર્ષમાં વધીને 6.54 લાખ રૂપિયા થઈ ગયુ. આ સ્કીમમાં મિનિમમ નિવેશ 5000 રૂપિયા છે. જ્યારે મિનિમમ SIP 1000 રૂપિયા છે.

Quant Infrastructure Fund

ક્વાંટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું SIP રિટર્ન ગત 5 વર્ષમાં સરેરાશ 31.25 ટકા વાર્ષિક રહ્યું છે. આ સ્કીમમાં 5000 રૂપિયા મંથલી નિવેશ 5 વર્ષમાં વધીને 6.45 લાખ રૂપિયા થઈ ગયુ. આ સ્કીમમાં મિનિમમ નિવેશ 5000 રૂપિયા છે. જ્યારે, મિનિમમ SIP 1000 રૂપિયા છે.

Quant Tax Plan

ક્વાંટ ટેક્સ ફંડનું SIP રિટર્ન ગત 5 વર્ષમાં સરેરાશ 29.8 ટકા વાર્ષિક રહ્યું છે. આ સ્કીમમાં 5000 રૂપિયાનું મંથલી નિવેશ 5 વર્ષમાં વધીને 6.23 લાખ રૂપિયા થઈ ગયુ. આ સ્કીમમાં મિનિમમ નિવેશ 500 રૂપિયા છે. જ્યારે મિનિમમ SIP 500 રૂપિયા છે.

ICICI Prudential Smallcap Fund

ICICI પ્રુડેન્શિયલ ફંડનું SIP રિટર્ન ગત 5 વર્ષમાં સરેરાશ 28.9 ટકા વાર્ષિક રહ્યું છે. આ સ્કીમમાં 5000 રૂપિયા મંથલી નિવેશ 5 વર્ષમાં વધીને 6.10 લાખ રૂપિયા થઈ ગયુ. આ સ્કીમમાં મિનિમમ નિવેશ 5000 રૂપિયા છે. જ્યારે મિનિમમ SIP 100  રૂપિયા છે.

સ્મોલ કેપ ફંડ્સ શું હોય છે?

સ્મોલ કેપ ફંડનું નિવેશ સ્મોલ કેપ કંપનીઓમાં હોય છે. સ્મોલ કેપ કંપનીઓનો માર્કેટ કેપ ઓછો હોય છે. કંપનીઓનો માર્કેટ કેપ 500 કરોડ રૂપિયા કરતા ઓછો હોય છે. સામાન્યરીતે સ્મોલકેપ ફંડ્સમાં માર્કેટ કેપમાં 251મા રેન્કથી શરૂ થનારી કંપનીઓમાં નિવેશ થાય છે. કંપનીઓના વ્યવસાયમાં સારી વૃદ્ધિની આશા રહે છે. ફંડ હાઉસ નિવેશ માટે કંપનીની ઓળખ તેના ગ્રોથ આંકલનના આધાર પર કરે છે.

AMFIના આંકડાઓ અનુસાર, આ વર્ષે હજુ સુધી દર મહિને સ્મોલકેપ ફંડ્સમાં ઇનફ્લો બની રહ્યો છે. મે 2023માં સ્મોલકેપ ફંડ્સમાં 3282.50 કરોડ રૂપિયાનું નિવેશ થયુ. આ પહેલા એપ્રિલ મહિનામાં 2182.44 કરોડ, માર્ચમાં 2430.04 કરોડ, ફેબ્રુઆરીમાં 2246.30 કરોડ અને જાન્યુઆરીમાં 2255.85 કરોડ રૂપિયા નેટ ઇનફ્લો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp