આ 5 સ્ટોક્સમાં રોકાણ તમને અપાવી શકે છે 13% સુધીનો નફો
ગત કારોબારી અઠવાડિયે સ્ટોક માર્કેટ પોઝિટિવ રહ્યું. નિફ્ટીએ સાત અઠવાડિયાના હાઈ 17842 અને નિફ્ટી બેંકે 11 અઠવાડિયાના હાઈ 42196 ના આંકડાને પાર કર્યો. હવે આવનારા કારોબારી અઠવાડિયાની વાત કરીએ તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને જ મજબૂત દેખાઈ રહ્યા છે કારણ કે, તેમણે હાયર ટોપ અને હાયર બોટમ બનાવ્યો છે. વિદેશી નિવેશક પણ નવી ખરીદી કરી રહ્યા છે. એવામાં આવતા અઠવાડિયે કેટલાક સ્ટોક્સની વાત કરવામાં આવે તો બ્રોકરેજ ફર્મ IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડન્ટ અનુજ ગુપ્તાએ SBI સહિત પાંચ શેર સજેસ્ટ કર્યા છે, જેમા 13 ટકા કરતા વધુ નફો મેળવી શકાય છે. આ પાંચ સ્ટોક્સને લઈને નિવેશની સ્ટ્રેટજી ખાસ રીતથી બનાવીને શાનદાર રિટર્ન મેળવી શકાય છે.
Coal India
આ સ્ટોક રીટ્રેસમેન્ટ ઝોનથી રિકવર થયો છે. તેમા શોર્ટ કવરિંગ અને નવી ખરીદી દેખાઈ રહી છે. તેમા 250 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ પર 212 રૂપિયાના સ્ટોપ લોસ પર પૈસા લગાવી શકાય છે. BSE પર તેના શેર 225.55 રૂપિયાના ભાવ પર છે એટલે કે ટાર્ગેટ પ્રમાણે આવતા અઠવાડિયે 11 ટકા નફો મેળવી શકાય છે.
Tata Steel
Tata Steel ના શેરોમાં 102 રૂપિયાના સ્ટોપ લોસ અને 115 રૂપિયાના ટાર્ગેટ પર દાંવ લગાવીને 7 ટકા કમાણી કરી શકાય છે. આ શેરોને 110 રૂપિયા પર મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. વોલ્યૂમમાં ઉછાળો અને મેટલ કિંમતોમાં તેજીથી તેને ફાયદો મળશે. તેના શેર હાલ 107.45 રૂપિયાના ભાવ પર છે.
SBI
દેશની સૌથી મોટી બેંક SBI માં પૈસા લગાવીને આવતા અઠવાડિયે 4 ટકા રિટર્ન મેળવી શકાય છે. SBI માટે સતત ત્રણ અઠવાડિયા શાનદાર રહ્યા છે અને ચાર્ટ પર તે મજબૂત છે. ચાર્ટ પર ત્રણ વોઇટ શોલ્જર કેંડલસ્ટિક પેટર્નથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. હાયર ટોપ અને હાયર બોટમના બનવાથી તેને સપોર્ટ મળી રહ્યો છે. તેમા 518 રૂપિયાનો સ્ટોપ લોસ અને 555 રૂપિયાના ટાર્ગેટ પર પૈસા લગાવી શકાય છે.
ONGC
આ તેલ કંપનીએ હાયર ટોપ અને હાયર બોટમ બનાવ્યો છે. વોલ્યૂમ એક્ટિવિટી પણ સારી છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળાથી તેને પોઝિટિવ સપોર્ટ મળી રહ્યો છે. તેણે 155 રૂપિયાના લેવલ પર બ્રેકઆઉટ કર્યું છે અને હવે ભાવ તેનાથી ઉપર છે. એવામાં ONGC માં 146 રૂપિયાના સ્ટોપ લોસ અને 180 રૂપિયાના ટાર્ગેટ પર પૈસા લગાવીને 13 ટકા નફો કમાઇ શકાય છે. તેના શેર હાલ 158.75 રૂપિયા પર છે.
Powergrid
આ સ્ટોક ચાર અઠવાડિયાના હાઈ લેવલની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. વીકલી ચાર્ટ પર તેણે મજબૂત રીતે બ્રેકઆઉટ કર્યું છે અને વોલ્યૂમ એક્ટિવિટી પણ સારી છે. એવામાં 231.15 રૂપિયાના આ શેરમાં 223 રૂપિયા પર સ્ટોપ લોસ રાખીને 250 રૂપિયાના ટાર્ગેટ પર નિવેશ કરી શકાય છે. ટાર્ગેટ અચીવ થવા પર 8 ટકા કરતા વધુ નફો મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp