મહેનતની કમાણી બચાવવા માગતા હોવ તો નાણામંત્રી સીતારમણની આ વાત તમારા માટે છે

PC: facebook.com/nirmala.sitharaman

નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્ણાટકના તુમકુરુમાં એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરી હતી અને તેમાં તેમણે પોંજી એપ્સ અને ફાયનાન્શીઅલ ઇન્ફ્લુએંસર્સ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.

બદલાતા સમય સાથે, લોકોની રોકાણ કરવાની રીત બદલાઈ છે, પરંતુ એક વસ્તુ જે બદલાઈ નથી તે એ છે ઝડપથી પુષ્કળ પૈસા કમાવવાની લાલચ. આ લોભના કારણે લોકો અગાઉ પણ પોતાની મહેનતની કમાણી ગુમાવતા હતા અને હવે તેમની મહેનતના પૈસા સ્વાહા થઇ રહ્યા છે. આ વાત એટલી ગંભીર બની રહી છે કે દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ ચિંતા થઇ ગઇ.નાણા મંત્રીએ લોકોને તેમની મહેનતીના પૈસા બચાવવા માટે કામ અને સોનેરી સલાહ આપી છે.

તેમણે કહ્યુ કે, જો તમે તમારા રૂપિયા બચાવવા માંગતા હો તો કોઇની પણ સલાહને આંખ બંધ કરીને ભરોસો ન કરી લો. કોઇ પણ જગ્યાએ રૂપિયાનું રોકાણ કરતા પહેલા પોતે રિસર્ચ કરો. એ પછી તેમણે આ વિશે ટ્વીટ પણ કર્યું. તેમણે લખ્યુ કે, જો 3-4 લોકો આપણને સાચી સલાહ આપનારા છે, તો 10માંથી 7 લોકો એવા પણ હશે તેમનો હેતુ હકિકતમાં કઇંક અલગ જ હોય છે.

ઘણા બધા  સોશિયલ ઇન્ફલુએંસર્સ અને ફાયનાન્શીઅલ ઇન્ફલુએંસર્સ એટલ કે સામાજિક પ્રભાવકો અને નાણાકીય પ્રભાવકો હવે જોવા મળી રહ્યા છે. પરંતુ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે તેમની સલાહને ક્રોસચેક કરો. તમારી મહેનતની કમાણી બચાવવા માટે ભીડનો હિસ્સો બનીને કોઇ પણ વસ્તુની પાછળ દોડવા ન માંડો.

નાણા મંત્રીએ Ponzi Apps પર પણ પોતાની ચિંતા વ્યકત કરી. તેમણે કહ્યું કે ઘણા બધા Ponzi Apps છે અને અમે રિઝર્વ બેંક અને અન્ય સંબંધિત મંત્રાલયો સાથે મળીને એની પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે Ponzi Apps પર અંકુશ લગાવવા માટે એ પ્રકારનું કામ ચાલી રહ્યું છે જે આ પહેલાં ક્યારેય થયું નથી. એટલે નાણા મંત્રાલય, રિઝર્વ બેંક ઇન્ડિયા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યા છે.

જ્યાં સુધી નાણાકીય પ્રભાવકોનો સંબંધ છે, નાણામંત્રીએ કહ્યું કે હાલમાં સરકાર પાસે તેમના પર અંકુશ રાખવા માટે કોઈ પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે લોકોએ પોતે જ આ અંગે સજાગ અને સાવચેત રહેવું જોઈએ, કારણ કે આખરે આ તેમની મહેનતની કમાણી છે. તમે તમારી મહેનતની કમાણી ક્યાં રોકાણ કરો છો તે વિશે કોઈની સલાહ સ્વીકારતા પહેલા, તમારે તેના વિશે જાતે જ સારું રિસર્ચ કરવું જરૂરી છે. આટલું કરવાથી જ મહેનતની કમાણી સુરક્ષિત રહી શકે છે.

Ponzi Apps નો મતલબ એ છે કે તમને મોબાઇલ પર ઘણી  એવી Apps જેવા મળશે જે ટુંકા ગાળામાં વધારે કમાણી કરાવતી લલચામણી ઓફર આપતા રહેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp