ધનવાન કંઈ રીતે બનાય? વોરેન બફેટે આપી આ 2 મહત્ત્વની ટિપ્સ

PC: yahoo.com

દિગ્ગજ નિવેશક તેમજ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક વોરન બફેટ ચેરિટી માટે જાણીતા છે. ચેરિટીના કામને આગળ વધારવા માટે તેઓ દર વર્ષે આયોજિત થનારું તેમનું વાર્ષિક પાવર લંચ પણ હંમેશાં ચર્ચામાં રહે છે. તેઓ પહેલા જ પોતાના મોત બાદ લગભગ તમામ સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી ચુક્યા છે. હવે તેમણે દુનિયાભરના યુવાનોને ધનવાન બનવાનો મંત્ર આપ્યો છે. વોરન બફેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન પર શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં ધનવાન બનવાનો સરળ મંત્ર આપ્યો છે. તેમણે કહ્યું કે, પોતાની વેલ્યૂ વધારવા માટે યુવાઓએ બે બાબતો પર ધ્યાન આપવુ જોઈએ. સ્પષ્ટરીતે લખતા અને બોલતા શીખીને કોઈપણ વ્યક્તિ પોતાની વેલ્યૂને ઓછાંમાં ઓછી 50 ટકા વધારી શકે છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં બફેટે કહ્યું હતું કે, પોતાની વેલ્યૂને 50 ટકા સુધી વધારવાની સૌથી સરળ રીત છે કે તમે પોતાના સંવાદના કૌશલને વધુ સારું બનાવો. તમારી પાસે જ્ઞાન છે, પરંતુ તમે તેને લોકો સુધી યોગ્યરીતે પહોંચાડી ના શકતા હો તો તેની કોઈ વેલ્યૂ નથી રહેતી. લિંક્ડઈન પર વોરન બફેટનો આ વીડિયો કેનેડાની એક સ્ટાર્ટઅપ કંપની વોયસફ્લોના કો-ફાઉન્ડર માઈકલ હૂડે શેર કર્યો છે. વીડિયોમાં બફેટ કહે છે, કમ્યુનિકેશનની સ્કિલ્સને વધુ સારી બનાવવી જરૂરી છે. તેમા લખવા અને બોલવાની કલા સામેલ છે. જો તમે યોગ્યરીતે સંવાદ ના કરી શકતા હો તો તે એવુ જ સાબિત થશે, જાણે તમે અંધારામાં કોઈ યુવતીને આંખનો ઈશારો કરી રહ્યા હો. તેનો કોઈ ફાયદો નથી થવાનો. તમારી પાસે સમગ્ર દુનિયાનું જ્ઞાન છે, પરંતુ જો તમે તેને લોકો સુધી પહોંચાડી ના શકતા હો તો સારા જ્ઞાનનો કોઈ મતબલ નથી રહેતો.

ઉલ્લેખનીય છે કે, વોરન બફેટને શેરમાર્કેટના બિગ બુલ કહેવામાં આવે છે. તેમણે શેરમાર્કેટમાં પૈસા લગાવીને અરબોની મિલકત બનાવી. હાલ તેઓ દુનિયાના ધનવાનોના લિસ્ટમાં સાતમાં નંબર પર છે. 91 વર્ષીય વોરન બફેટની ટોટલ નેટવર્થ હાલ 99.8 બિલિયન ડૉલર છે. તેઓ બર્કશાયર હાથવેના પોર્ટફોલિયોમાં કન્ઝ્યુમર બિઝનેસથી લઈને ઈન્શ્યોરન્સ જેવા સેક્ટર પણ સામેલ છે. વોરન બફેટ ચેરિટી માટે પણ જાણીતા છે. તેઓ દુનિયાના સૌથી દાની અબજોપતિઓમાંથી એક છે.

ચેરિટીના કામને આગળ વધારવા માટે દર વર્ષે આયોજિત થનારો તેમનો વાર્ષિક પાવર લંચ પણ ચર્ચામાં રહે છે. આ વર્ષે બફેટ છેલ્લીવાર પાવર લંચમાં ભાગ લઈ રહ્યા છે અને આ છેલ્લાં આયોજને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. એક અજ્ઞાત બિડરે બફેટની સાથે લંચ કરવા માટે આશરે 150 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. ઈવે અને ગ્લાઈડ ફાઉન્ડેશને મળીને 12 જૂનથી શરૂ થયેલી આ નીલામીમાં 17 જૂને એક અજ્ઞાત વ્યક્તિએ 19000100 ડૉલર એટલે કે આશરે 148.34 કરોડ રૂપિયાની બોલી લગાવી. તે સૌથી મોટી બોલી સાબિત થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp