રૂપે, વીઝા અને માસ્ટર કાર્ડમાં શું ફર્ક છે? જાણો

PC: paisabazaar.com

ડીજીટાઇઝેશનના સમયમાં હવે પૈસાની લેવડ દેવડને લઇને બેન્કિંગ કામકાજ સુધી દરેક વસ્તુ સરળ થઇ ગઇ છે. એટલે કે, બ્રાન્ચમાં જવું કે પછી ગજવામાં કેશ રાખીને ખરીદી કરવા માટે નીકળવાની જરૂર લગભગ પૂરી થઇ ગઇ છે. જો તમે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમે જોયું હશે કે, આ કાર્ડ્સ પર વીઝા, માસ્ટરકાર્ડ કે પછી રૂપે લખ્યું હશે. પણ શું તમે તેનો મતલબ જાણો છો?

રૂપે, વીઝા અને માસ્ટકાર્ડ ખરેખર, પેમેન્ટ નેટવર્ક કંપનીઓ છે. જે કાર્ડ દ્વારા કેશલેસ પેમેન્ટ સિસ્ટમ ઉપલબ્દ્ધ કરાવે છે. તેમાંથી રૂપે દેશનું પેમેન્ટ નેટવર્ક છે, તો જ્યારે વીઝા અને માસ્ટરકાર્ડ વિદેશી પેમેન્ટ નેટવર્ક કંપનીઓ છે. અલગ અલગ કંપનીઓના આ કાર્ડ્સમાં સુવિધાઓ પણ અલગ અલગ હોય છે, જે તેમને એક બીજાથી અલગ બનાવે છે. દુનિયામાં સૌથી મોટું પેમેન્ટ નેટવર્ક વીઝાનું છે, જ્યારે માસ્ટરકાર્ડ બીજા નંબર પર આવે છે. તો આખરે આ બધામાં અંતર શું છે.

જો તમારા ડેબિટ કાર્ડ પર વિઝા લખેલું છે, તો તે વીઝા નેટવર્કનો કાર્ડ છે. કંપની આ કાર્ડ્સને બીજા નાણાંકીય સંસ્થાનોની સાથે પાર્ટનરશીપ દ્વારા જારી કરી શકે છે. આ દુનિયાનું સૌથી મોટું પેમેન્ટ નેટવર્ક છે અને તેના કાર્ડ્સને વિશ્વભરમાં એક્સેપ્ટ કરવામાં આવે છે. તેનો ક્લાસિક કાર્ડ બેઝિક કાર્ડ હોય છે, જેને તમે કોઇપણ સમયે કાર્ડને રિપ્લેસ કરાવી શકો છો અને ઇમરજન્સીમાં એડવાન્સમાં કેશ પણ કાઢી શકો છે. જ્યારે ગોલ્ડ અને પ્લેટિમન કાર્ડમાં ટ્રાવેલ આસિસ્ટન્સ, ગ્લોબલ કસ્ટમર આસિસ્ટન્સ અને ગ્લોબલ ATM નેટવર્ક મળે છે.

માસ્ટરકાર્ડના સ્ટાન્ડર્ડ ડેબિટ કાર્ડ, એન્હાન્સ્ડ ડેબિટ કાર્ડ અને વર્લ્ડ ડેબિટ માસ્ટરકાર્ડ ઘણા પોપ્યુલર છે. તમને સામાન્ય રીતે અકાઉન્ટ ખોલવા પર સ્ટાન્ડર્ડ ડેબિટ કાર્ડ મળે છે. માસ્ટરકાર્ડ વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું પેમેન્ટ નેટવર્ક છે. આ કંપનીઓ પણ સીધા કાર્ડ જારી નથી કરતી, પણ વિશ્વભરની નાણાંકીય સંસ્થા સાથે તેમની પાર્ટનરશીપ હોય છે. વીઝાની જેમ જ આ પેમેન્ટ નેટવર્કના કાર્ડ્સ પણ વિશ્વભરમાં એક્સેપ્ટ કરવામાં આવે છે અને તેના પર પણ તમામ પ્રકારની અન્ય સુવિધાઓ આવે છે.

સ્વદેશી રૂપે ઇન્ડિયન પેમેન્ટ નેટવર્ક છે. આ કાર્ડને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ લોન્ચ કર્યા હતા. આ નેટવર્ક હેઠળ ત્રણ પ્રકારના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવે છે. જેમાં ક્લાસિક, પ્લેટિનમ અને સિલેક્ટ કાર્ડ શામેલ છે. આ આખા ભારતમાં સ્વીકાર્ય છે અને વીઝા કે માસ્ટરકાર્ડની જેમ જ કામ કરે છે.

ભારતનું રૂપે ડોમેસ્ટિક નેટવર્ક છે, તો તેના દ્વારા તમે દેશમાં જ પેમેન્ટ કરી શકો છો. જોકે, આ ઘરેલુ નેટવર્ક હોવાના કારણે વીઝા અને માસ્ટરકાર્ડની સરખામણીમાં ઝડપથી કામ કરે છે. જ્યારે, વીઝા અને માસ્ટરકાર્ડ આખા વિશ્વમાં એક્સેપ્ટ કરવામાં આવે છે. તે સિવાય જ્યાં વીઝા અને માસ્ટરકાર્ડ પોતાના પાર્ટનર સાથે ડેટા શેર કરે છે. જ્યારે, રૂપેનો ડેટા ડોમેસ્ટિક લેવલ પર જ શેર થાય છે. સ્વદેશી કાર્ડ રૂપે આ મુદ્દે પણ સારે છે કે, તેમાં સર્વિસ ચાર્જ અન્ય કાર્ડ્સથી ઓછા છે અને બેન્ક ફીઝની ઝંઝટ નથી. જ્યારે, વીઝા અને માસ્ટરકાર્ડ ઇન્ટરનેશનલ હોવાના કારણે સર્વિસ ચાર્જ વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp