શું 2000ની નોટ પછી 500ની નોટ પણ પાછી ખેંચાશે? RBI ગવર્નરે આપ્યો આ જવાબ

PC: popdiaries.com

ગુરૂવારના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ MSP બેઠકના પરિણામોનું એલાન કર્યું. સતત બીજી વખત રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અને ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ વિશે શક્તિકાંતા દાસે જાણકારી આપી છે. વ્યાજ દરો વિશે જાણકારી આપવાની સાથે જ તેમણએ સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવેલી 2000 રૂપિયાની ગુલાબી નોટને પાછી ખેંચવાના ડેટા પણ શેર કર્યા અને 500 રૂપિયાની નોટ બંધ થવાના સમાચાર વિશે વાત કરી.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે ચોખવટ કરી કે, રિઝર્વ બેન્કના ચલણમાં હાલ હાજર 500 રૂપિયાની નોટોને પાછી ખેંચવાની કોઇ યોજના નથી. તેમણે આ પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. તેમની સાથે જ તેમણે એ વાતોને પણ ખારિજ કરી છે કે, દેશમાં એક ફરી વાર 1000ની નોટ જોવા મળશે.

શક્તિકાંતા દાસે બેઠક બાદ પોતાના નિવેદનમાં કહ્યું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની 500ની નોટ પાછી ખેંચવાની યોજના પણ નથી અને 1000ની નોટ જારી કરવાની પણ કોઇ યોજના નથી. ગવર્નર શક્તિકાંતા દાસે 2000 રૂપિયાની નોટોને પાછી ખેંચવાની વાત કરી અ અત્યાર સુધી કેટલી નોટ બેન્કમાં જમા થઇ ચૂકી છે તેનો ડેટા પણ રજૂ કર્યો. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, 2000ની નોટોને સર્ક્યુલેશનથી બહાર કરવાના નિર્ણય  બાદ અત્યાર સુધી 50 ટકા ગુલાબી નોટ પાછી આવી ચૂકી છે.

રિઝર્વ બેન્ક અનુસાર, જ્યારે ગઇ 19 મેના રોજ જ્યારે આ નોટોને બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું, ત્યારે દેશમાં કુલ 3.62 લાખ કરોડની 2000ની નોટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, આ આંકડો 31મી માર્ચે 2023 સુધીનો હતો. હવે ગવર્નરે કહ્યું કે, તેમાંથી 1.80 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ દેશની તમામ બેન્કોમાં પાછી આવી ચૂકી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 19મી મે, 2023ના રોજ ક્લીન નોટ પોલિસી હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનું એલાન કર્યું હતું અને લોકો પાસે હાજર આ નોટોને બેન્કો દ્વારા બદલવાની સુવિધા આપવામાં આવી હતી. દેશની બેન્કોમાં 2000 રૂપિયાની નોટોને બદલવાની પ્રક્રિયા 23મી મેથી શરૂ થઇ ચૂકી છે અને તેનું એક્સચેન્જ કે ડિપોઝિટ 30મી સપ્ટેમ્બર, 2023 સુધી કરી શકાશે.

ગવર્નર શક્તિકાંતા દાસે આગળ કહ્યું કે, 2000 રૂપિયાની નોટોને બદલવા કે જમા કરવા માટે ડરવાની જરૂર નથી. શક્તિકાંતા દાસે કહ્યું કે, આ ડેડલાઇન સુધી વધુ પડતી નોટ બેન્કોમાં પાછી લાવવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp