
બે દિવસ પછી એટલે કે 1 એપ્રિલ 2023થી UPI લવેડ- દેવડ મોંઘી થવાની છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન આફ ઇન્ડિયા (NPCI)એ મંગળવારે જારી કરેલા સરક્યુલરમાં 2,000 રૂપિયાથી વધારેના UPI વ્યવહાર પર એક રૂપિયાથી વધારે PPI ચાર્જ વસુલવાની ભલામણ કરી છે. આ અહેવાલો પર, NPCIએ પ્રેસ રિલીઝ જારી કરીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે UPI મફત છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે NPCIએ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI રજૂ કરવાની તૈયારી કરી લીધી છે. આ ચાર્જ 0.5-1.1 ટકા લાદવાની ભલામણ કરવામાં આવી છે. પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે UPI દ્વારા રૂ. 2,000થી વધુના વ્યવહારો પર 1.1 ટકા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લાદવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
NPCI Press Release: UPI is free, fast, secure and seamless
— NPCI (@NPCI_NPCI) March 29, 2023
Every month, over 8 billion transactions are processed free for customers and merchants using bank-accounts@EconomicTimes @FinancialXpress @businessline @bsindia @livemint @moneycontrolcom @timesofindia @dilipasbe pic.twitter.com/VpsdUt5u7U
NPCIએ બુધવારે જારી કરેલી પ્રેસ રીલિઝમાં જણાવ્યું છે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) મફત,ઝડપી, સુરક્ષિત અને અડચણ વગરની છે. દર મહિને રૂ. 8 બિલિયનથી વધુના વ્યવહારો બેંક ખાતાનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓ અને વેપારીઓ માટે સંપૂર્ણપણે મફતમાં પ્રક્રિયા કરવામાં આવે છે. NPCI દ્વારા આ રીલીઝ એ સમાચાર પછી જારી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે UPI તરફથી 2000 રૂપિયાથી વધુના વેપારી પેમેન્ટ માટે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં PPI ચાર્જ વસૂલવાની શક્યતા છે.
NPCIના સરક્યુલર પછી જાહેર કરવામાં આવેલા મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે PPI માં વોલેટ અથવા કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન થાય છે. ઇન્ટરચેન્જ ફી સામાન્ય રીતે કાર્ડની ચૂકવણી સાથે જોડાયેલ હોય છે અને વ્યવહારો સ્વીકારવા અને ખર્ચ આવરી લેવા માટે લાગુ કરવામાં આવે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) એ તેના પરિપત્રમાં કહ્યું છે કે 1 એપ્રિલથી આ નવા નિયમને લાગુ કર્યા પછી, 30 સપ્ટેમ્બર, 2023 પહેલા તેની સમીક્ષા કરવામાં આવશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ વિવિધ પ્રદેશો માટે અલગ અલગ ઈન્ટરચેન્જ ફી નક્કી કરી છે. ખેતી અને ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવે છે. વાસ્તવમાં, ઇન્ટરચેન્જ ફી વેપારી વ્યવહારો એટલે કે ચુકવણી કરનારા યૂઝર્સે ચુકવવાની હોય છે.
જ્યારે રિપોર્ટમાં 2000 રૂપિયાથી વધુના વ્યવહારો પર વધારાના ચાર્જની વાત કરવામાં આવી હતી, એવો દાવો કરવામાં આવ્યો હતો કે પીઅર-ટુ-પીઅર (P2P) અને પીઅર-ટુ-પીઅર-મર્ચન્ટ (P2P) બેંકબેંક એકાઉન્ટ અને PPI વૉલેટ P2PM) વચ્ચેના વ્યવહારો માટે ચૂકવણી કરવી પડશે નહીં. કોઈપણ પ્રકારના વ્યવહાર મફત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp