વર્લ્ડ બેંકનો ઇકોનોમી મામલે ચિંતા વધારનારો રિપોર્ટ, 2030 સુધીની કરી આગાહી

PC: thelogicalindian.com

વર્લ્ડ બેંકના તાજા રિપોર્ટથી દુનિયાભરના નાના દેશ ચિંતિત છે. વર્લ્ડ બેંકે હાલના સમગ્ર દાયકામાં દુનિયાભરમાં મંદીની ચેતવણી જાહેર કરી છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં એ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, વીતેલા 30 વર્ષ દરમિયાન દુનિયાની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ નબળી પડી છે, જેની અસર હાલના દાયકામાં દેખાશે. આ રિપોર્ટમાં કોવિડ-19ના કારણે લાગેલા લોકડાઉન અને રશિયા તથા યુક્રેન વચ્ચે એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધ બાદની પરિસ્થિતિઓનું આંકલન કરવામાં આવ્યું છે. જો અમેરિકા અને યુરોપના રસ્તાથી શરૂ થયેલી મંદીનું સંકટ ઝડપથી અને ઊંડાણપૂર્વક ફેલાશે તો તેની ખરાબ અસર વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થાઓ પર પણ પડી શકે છે.

વર્લ્ડ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ગ્લોબલ ઇકોનોમીની સ્પીડ આવનારા સાત વર્ષ એટલે કે 2030 સુધી સૌથી ઓછી રહી શકે છે. પ્રગતિની સ્પીડ ત્રણ દાયકામાં સૌથી ઓછી રહેશે. વર્લ્ડ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, પ્રોડક્ટિવિટી અને લેબર સપ્લાઈને પ્રોત્સાહન આપવા, નિવેશને પ્રોત્સાહન આપવાની સાથોસાથ સર્વિસ સેક્ટરની ક્ષમતાઓનો સારી રીતે ઉપયોગ કરવાનો રહેશે.

વર્લ્ડ બેંકના રિપોર્ટમાં એ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, ગત 30 વર્ષ દરમિયાન દુનિયાની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ નબળી થઈ છે, જેની અસર હાલના દાયકામાં દેખાશે. તેનાથી માત્ર વિકાસશીલ દેશો જ નહીં પરંતુ, વિકસિત દેશોના ગ્રોથની પણ બલિ ચઢી ગઈ છે. વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર, 2030 સુધી દુનિયાનો વાર્ષિક ગ્રોથ ચાર ટકા સુધી સીમિત રહી શકે છે. તેમજ, મંદી વધુ ગાઢ બને તો સ્થિતિ હજુ વધુ ખરાબ થઈ શકે છે.

વર્લ્ડ બેંકે જણાવ્યું કે, કોરોના મહામારી બાદ સ્થિતિ પહેલા કરતા વધુ ગૂંચવાડાભરી થઈ ગઈ હતી, તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધ અને બેંકિંગ સંકટની સ્થિતિને હજુ વધુ ખરાબ કરી દીધી છે. યુરોપના ક્રેડિટ સુઇસ અને અમેરિકાના સિલિકોન વેલી બેંક બાદ ઘણી અન્ય બેંકો પણ મંદીના આરે આવીને ઊભી છે. આ બેંકો ગમે ત્યારે નાદારી જાહેર કરી શકે છે. આવનારા સમયમાં બેંકોનું આ સંકટ વૈશ્વિક મહામારીનું રૂપ લઈ શકે છે. યુરોપ સહિત દુનિયાની અન્ય મોટી બેંકોમાં પણ તાળા લાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો એવુ થશે તો મંદીની સ્થિતિ વધુ વિકટ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp