તંબાકુ ઉત્પાદનોથી ભારતમાં નીકળે છે દર વર્ષે 1.7 લાખ ટન કચરો

PC: amarujala.com

તંબાકુ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે, તેને લઇને એક નવો સર્વે સામે આવ્યો છે. દુનિયામાં દર વર્ષે 31 મેના રોજ આંતરરાષ્ટ્રીય તંબાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે તંબાકુથી થઇ રહેલા મોત અને તેના દુષ્પરિણામ વિશે લોકોને ચેતવણી આપવામાં આવે છે. 31 મેના રોજ તંબાકુ પર વર્ષ દરમિયાન થયેલા રિસર્ચના પરિણામો પણ સામે આવે છે.

આ કડીમાં બુધવારે AIIM, ICMR અને NICPRએ એક રિસર્ચ રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. અધ્યયનમાં એ વાત સામે આવી છે કે, ભારતમાં દર વર્ષે તંબાકુ ઉત્પાદોથી 1.7 લાખ ટન કચરો મનુષ્યના શરીરમાં જાય છે. આ સાથે જ મનુષ્યોના શરીરમાં પ્રતિ વર્ષ 82 હજાર પ્લાસ્ટિક કણ પ્રવેશ કરે છે, જે ઘણા પ્રકારના રોગોને જન્મ આપે છે.

દેશના 17 રાજ્યોમાં તંબાકુ ઉત્પાદન અને તેનાથી થનારા ઘાતક કચરા પર કરવામાં આવેલા અધ્યયનથી આ જાણકારી સામે આવી છે. તેનું સેવન કરનારા લોકો માટે તો તે હાનિકારક છે જ સાથે જ તે પર્યાવરણ પર પણ ખરાબ પ્રભાવ પાડે છે. જોધપુર એમ્સ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને યુપીના નોયડા સેક્ટર-39 સ્થિત રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટીટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચના અધ્યયનમાં એ વાત સામે આવી છે કે, તંબાકુ ઉત્પાદોના પેકેજિંગ માટે દર વર્ષે દેશમાં આશરે 22 લાખ વૃક્ષો પણ કાપવામાં આવે છે. તેના દ્વારા વર્ષભરમાં ઉત્પન્ન થનારો કચરો 89402.13 ટન છે. આ વજન કાગળની 11.9 કરોડ નોટબુક બરાબ છે. તેમજ, પેકેજિંગથી ઉત્પન્ન 6073 ટન ગેર-બાયોડિગ્રેડેબલ એલ્યૂમિનિયમ પેકેટ કચરાથી 33 બોઇંગ 747 વિમાન બનાવી શકાય છે. સાથે જ તેનાથી નીકળનારા ફિલ્ટરના અપશિષ્ટથી 9 મિલિયન સ્ટાન્ડર્ડ આકારના ટીશર્ટ બનાવી શકાય છે.

પર્યાવરણના જાણકારોના જણાવ્યા અનુસાર, તંબાકુનો પ્લાસ્ટિકયુક્ત કચરો લોકોની સાથોસાથ પર્યાવરણ માટે ખતરનાક છે. મનુષ્યોના શરીરમાં દર વર્ષે 82 હજાર પ્લાસ્ટિક કણ પ્રવેશ કરે છે, જે વિવિધ પ્રકારના રોગોને જન્મ આપે છે. જોકે, આ કચરો સામાન્યરીતે ખુલ્લા અનિયંત્રિત ડમ્પ સાઇટો, નાળા અને નદીઓમાં ફેંકી દેવામાં આવે છે આથી, તે હજુ વધુ ખતરનાક બની જાય છે.

સંયુક્ત  રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, વિશ્વમાં આશરે 125 કરોડ લોકો તંબાકુનું સેવન કરે છે. તેમા 15 વર્ષ કરતા વધુ ઉંમરના આશરે 25 કરોડ કરતા વધુ ભારતીય પણ સામેલ છે. ચીન બાદ ભારત તંબાકુનું બીજું સૌથી મોટું ઉપભોક્તા અને ઉત્પાદક દેશ સતત બની રહ્યો છે. તંબાકુના સેવનથી વિશ્વમાં દર વર્ષે 80 લાખ કરતા વધુ લોકોના મોત થાય છે. ભારતમાં પણ તંબાકુથી મરનારાઓની સંખ્યા પ્રતિવર્ષ 15 લાખ સુધી પહોંચવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp