સસ્પેન્ડેડ IAS ઓફિસર અભિષેકને બકરી ઈદે 1 લાખ લોકોએ અનફોલો કર્યા, કારણ 1 ટોપી
બોલિવુડમાં જે સસ્પેન્ડેડ IAS ઓફીસરનો સિક્કો ચાલતો હતો, તેમના ફોલોઅર્સમાં અચાનક મોટું ગાબડું પડી ગયું. તેમની એક પોસ્ટને કારણે 1 લાખ લોકોએ અનફોલો કરી દીધુ છે.
ઉત્તર પ્રદેશ કેડરના સસ્પેન્ડેડ IAS ઓફીસર અભિષેક સિંહ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. એક્ટિંગ અને બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ દરેક પાર્ટીમાં છવાયેલા રહેતા IAS અભિષેક સિંહને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ ટ્રોલિંગનું કારણ શું છે તે જાણીને તમને આશ્ચર્ય થશે. IAS અભિષેકને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગના કારણે બહુ મોટું નુકસાન થયું છે, જેનો અંદાજ તેમને પણ નહીં હોય.
તાજેતરમાં IAS અભિષેકે બકરી ઇદના અવસર પર પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં IAS અભિષેક સિંહ લાલ કુર્તા પહેરેલા જોવા મળી રહ્યા છે. આ સાથે તેણે નેટવાળી મુસ્લિમ ટોપી પહેરી છે. આ ટોપી તમામ ટ્રોલિંગનું કારણ છે. જેના કારણે એક્ટર બનેલા IAS અભિષેકને સોશિયલ મીડિયા પર પોતાના એક લાખ ફોલોઅર્સ ગુમાવવા પડ્યા હતા.
IAS અભિષેકે આ તસવીર પોસ્ટ કરતા એક લાંબી પોસ્ટ શેર કરી હતી.આ પોસ્ટમાં, આ પોસ્ટની ટિપ્પણી માં, તેમણે લખ્યું કે મારી આ પોસ્ટ પછી, એક લાખ લોકોએ મને અનફોલો કરી દીધો છે. આ સાથે તેમણે એક સ્માઇલી ઈમોજી પણ પોસ્ટ કર્યું છે. આ તસવીરના કેપ્શનમાં અભિષેકે લખ્યું, 'आइए धीरे-धीरे शुरू करें.. इस ईद उल-अज़हा पर बकरीद मनाने के बजाय 'रकम ईद' मनाएं और त्योहार को और अधिक समावेशी बनाएं।આ સાથે, તેમણે કેપ્શનમાંઆ વિશે વિગતવાર લખ્યુ છે.
IAS અભિષેક સિંહ ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી છે. અભિષેક માત્ર સરકારી અધિકારી તરીકે જ જાણીતા નથી, બલ્કે તેમની ઓળખ એક અભિનેતા અને મોડલ તરીકે જાણીતી છે. અત્યારે IAS અભિષેકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત ચૂંટણી દરમિયાન પોતાની કાર સાથે ફોટો શેર કરવાને કારણે તેમને observer
તરીકેના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. એ પછી તેઓ રજા લઇને ગાયબ હતા. આ વિશે યોગી સરકારે તેમને કારણ દર્શક નોટીસ પણ પાઠવી હતી.
IAS અભિષેક જુબિન નૌટિયાલના મ્યૂઝિક આલ્બમાં પણ નજરે પડી ચૂક્યા છે. આ ઉપરાંત પણ તેઓ અનેક ગીતોમાં આવી ચૂક્યા છે. તેમણે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે મોડલ તરીકે પણ કામ કર્યું છે.
IAS અભિષેક સિંહ બોલિવુડની મોટાભાગની પાર્ટીમાં નજરે પડતા હોય છે. તેમણે નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સિઝનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. IAS અભિષેક જાણીતા IAS અધિકારી દુર્ગાશક્તિ નાગપાલના પતિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp