12 વર્ષના બાળકને નિર્વસ્ત્ર કરીને બેલ્ટથી ફટકાર્યો, જયશ્રી રામના નારા લગાવડાવ્યા

PC: ndtv.in

એક સગીરને નગ્ન કરીને તેને ફટકારવાની અને સાથે તેની પાસે જબરદસ્તીથી ધાર્મિક નારા લગાવવીની ઘટના સામે આવી છે. બાળકને પટ્ટાથી ફટકારવામાં આવ્યો હતો. પોલીસે 3ની ધરપકડ કરી છે. બાળકને ફટકારનારા આરોપીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો.

પોલીસ કમિશ્નર, ઇંદોર

મધ્ય પ્રદેશના ઇંદોરમાં  એક 12 વર્ષના સગીર બાળકને મારપીટ અને ઉત્પીડનનો મામલો સામે આવ્યો છે. એવો આરોપ છે કે 3 સગીર બાળકોએ ભેગા થઇને એક બાળકને નિર્વસ્ત્ર કરીને માર માર્યો હતો અને બાળકને શ્રી રામના નારા લગાવવા માટે મજબુર કર્યો હતો. આરોપીઓએ કથિત રીકે બાળકનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. પોલીસે ગુનો નોંધીને ત્રણેય કિશોરોની અટકાયક કરી છે. પોલીસે કહ્યું હતું કે, આરોપીઓ બાળકના ઓળખાણના હતા. પોલીસે ચેતવણી આપી છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવો નહીં, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે.

NDTVના અહેવાલ મુજબ, ઘટના લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નિપાનિયા વિસ્તારની છે. પીડિત બાળકના નિવેદન મુજબ, તે 13 એપ્રિલે સ્ટાર સ્ક્વેર પાસે રમી રહ્યો હતો ત્યારે એક આરોપી તેની પાસે આવ્યો અને તેને રમકડાંની લાલચ આપી હતી.બાયપાસ પર બેસ્ટ પ્રાઇસ પાસે રમકડાંનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું બાળકને જણાવાયું હતું. રમકડાંના બહાને આરોપી બાળકને મહાલક્ષ્મી નગરમાં એક તળાવ પાસે લઇ ગયો હતો. એ પછી બાળકને જબરદસ્તીથી નિર્વસ્ત્ર કરી દેવમાં આવ્યો હતો અને બાળકની પિટાઇ કરવામાં આવી હતી. બાળક પાસે જબરદસ્તીથી શ્રી રામના નારા લગાવવાનું કહેવામાં આવ્યું હતું.

મીડિયો રિપોર્ટસ મુજબ, ઘટના પછી ગભરાઇ ગયેલો બાળક ત્યાંથી ભાગી છુટ્યો હતો અને ઘરે જઇને પરિવારના લોકોને જાણકારી આપી હતી. પરિવારના લોકોએ આ ઘટનાની પોલીસમાં ફરિયાદ કરી હતી. લસુડિયા પોલીસે ત્રણેય આરોપીઓ સામે અપહરણ, સ્વેચ્છાએ ઇજા પહોંચાડવા અને ફોજદારી ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઈન્દોર પોલીસ કમિશનરે ટ્વિટર હેન્ડલ પર આ મામલાની માહિતી શેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે તમામ સગીરો પહેલાથી જ એકબીજાને ઓળખતા હતા.

પોલીસ કમિશ્નર માર્કડ દેઉસ્કરે એક ટ્વીટમાં ચેતવણી આપી છે કે કોઇ પણ વ્યકિત આ ઘટનાનો વીડિયો જો સોશિયલ મીડિયા પર શેર ન કરે. જો આમ છતા વીડિયો શેર કરવામાં આવશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp