ટ્રેનમાં ગેરકાયદેસર ગેસનો બાટલો લાવી ચા બનાવવા જતા આગ લાગતા 10 લોકો જીવતા સળગ્યા

PC: livemint.com

તામિલનાડુના મદુરાઇ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે. મદુરાઇમાં રેલવે અધિકારીઓ મુજબ, લખનૌથી રામેશ્વરમ જઇ રહેલી ટ્રેનના પ્રાઇવેટ પાર્ટી કોચમાં આગ લાગવાથી 10 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રેલવેએ દરેક મૃતકના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાયતા પ્રદાન કરવાની જાહેરાત કરી છે. પ્રાઇવેટ પાર્ટી કોચે 17 ઑગસ્ટના રોજ લખનૌથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને કાલે ચેન્નાઈ પહોંચવાનો હતો અને ત્યારબાદ તેણે ત્યાંથી લખનૌ ફરવાનું હતું.

અધિકારીઓ મુજબ, આગ લાગવાની ઘટનાની જાણકારી સવારે લગભગ 05:15 વાગ્યે મળી, જ્યારે ટ્રેન મદુરાઇ યાર્ડ જંક્શન પર રોકાઈ હતી. રેલવે મુજબ, કેટલાક પેસેન્જર ગેરકાયદેસર રૂપે સિલિન્ડર લઈને કોચમાં ઘૂસી ગયા હતા. મદુરાઈ જંક્શન પર લાગેલી આગને લઈને હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જે છે 9360552608 અને 8015681915. રિપોર્ટ્સ મુજબ, ટ્રેનના પ્રાઇવેટ પાર્ટી કોચમાં લખનૌથી 65 યાત્રીઓને લઈને એક ખાનગી પાર્ટી સવાર થઈ હતી.

ટ્રેન નંબર 16730 (મદુરાઇ-પૂનાલૂર એક્સપ્રેસ) આજે સવારે 03:47 વાગ્યે મદુરાઇ પહોંચી. બુક કરવામાં આવેલા પ્રાઇવેટ પાર્ટી કોચને પાર્ક કરવામાં આવ્યા હતા. તેમાં સવાર કેટલાક સભ્ય ચા/નાસ્તો તૈયાર કરવા માટે ગેરકાયદેસર રૂપે તસ્કરી કરેલો રસોઈ ગેસનો સિલિન્ડર ઉપયોગ કરવા લાગ્યા. તેના કારણે પ્રાઇવેટ પાર્ટી કોચમાં આગ લાગી ગઈ. આગ લાગવાની જાણકારી પર મોટા ભાગના કોચથી મુસાફર બહાર આવી ગયા. અન્ય કોઈ કોચને નુકસાન થયું નથી.

ટ્રેન અકસ્માત પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, મદુરાઇ ટ્રેન દુર્ઘટના અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. તેમણે ઇજાગ્રસ્તો જલદી સ્વસ્થ થવાની કામના કરી. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોનો સંપૂર્ણ સારવાર કરાવવામાં આવે. મુખ્યમંત્રી યોગીએ સ્થાનિક અધિકારીઓ અને રેલવેના અધિકારીઓ સાથે સમન્વય કરીને કરીને ઉત્તર પ્રદેશના લોકોની સંપૂર્ણ સારવારની વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા છે. અકસ્માતને લઈને ઉત્તર પ્રદેશ સરકારે ટોલ ફરી નંબર 1070 જાહેર કર્યો છે.

આગનો વીડિયો સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે પ્રાઇવેટ પાર્ટી કોચમાં ભીષણ આગ લાગી છે અને કેટલાક લોકો આસપાસ બૂમો પાડી રહ્યા છે. આ દરમિયાન બાજુના રેલવે ટ્રેકથી એક ટ્રેન પણ પસાર થઈ રહી છે. ઘટનાસ્થળ પર પહોંચેલા ફાયર વિભાગે સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. આ દરમિયાન ટ્રેનનો પ્રાઇવેટ પાર્ટી કોચ પૂરી રીતે સળગેલો નજરે પડ્યો. રેલવેએ જણાવ્યું કે, લોકો ગેરકાયદેસર રૂપે ગેસ સિલિન્ડર લઈ ગયા હતા, જેના કારણે આગ લાગી. રેલવેના રૂલ મુજબ કોઈ પણ જ્વલનશીલ પદાર્થ રેલવે કોચની અંદર લઈ જવાની સખત મનાઈ છે. જે કોચમાં આગ લાગી એ એક પ્રાઇવેટ કોચ હતો.

રેલવે મુજબ સ્ટેશન અધિકારી દ્વારા 26 ઑગસ્ટે 05:15 વાગ્યે મદુરાઇ યાર્ડમાં પ્રાઇવેટ પાર્ટી કોચમાં આગ લાગવાની જણાકારી આપી, તરત જ ફાયર સર્વિસને જાણકારી આપવામાં આવી અને ફાયર ટેન્ડર અહી 05:45 વાગ્યે પહોંચ્યા. 75.15 વાગ્યે આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું. કોઈ અન્ય કોચને નુકસાન થયું નથી. આ એક પ્રાઇવેટ ખાનગી કોચ છે. જેને કાલે નાગરકોઈલ જંક્શન પર જોડવામાં આવ્યો હતો. પાર્ટી કોચને અલગ કરીને મદુરાઇ સ્ટેબલિંગ લાઇન પર રાખવામાં આવ્યો છે.

પ્રાઇવેટ પાર્ટી કોચમાં યાત્રી ગેસ સિલિન્ડરને ગેરકાયદેસર રૂપે લઈ જઇ રહ્યા હતા અને આ કારણે આગ લાગી ગઈ. આગ લાગવાની જાણકારી પર ઘણા મુસાફર પ્રાઇવેટ પાર્ટી કોચથી બહાર નીકળી ગયા હતા. કેટલાક યાત્રી પ્લેટફોર્મ પર જ ઉતરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કોઈ પણ વ્યક્તિ IRCTC પોર્ટલનો ઉપયોગ કરીને પાર્ટી કોચ બુક કરી શકાય છે. તેમને ગેસ સિલિન્ડર જેવો કોઈ પણ જ્વલનશીલ પદાર્થ લઈ જવાની મંજૂરી હોતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp