વિસ્ફોટથી મોટો ખાડો, જીપ ઉડી, દંતેવાડામાં નક્સલી હુમલામાં 10 જવાનો શહીદ, વીડિયો

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓએ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) દળના જવાનો પર અચાનક હુમલો કરી દીધો છે. નક્સલીઓએ IED હુમલામાં સૈનિકોથી ભરેલા વાહનને ઉડાવી દીધું હતું. આ હુમલામાં 11 જવાન શહીદ થયા છે. તેમાંથી, 10 DRG કર્મચારીઓ અને એક ડ્રાઇવર છે નક્સલવાદીઓએ રસ્તાની વચ્ચે જમીનમાં બોંબ બિછાવી દીધા હતા. આ IED બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે રસ્તા પર અનેક ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે. સૈનિકોના વાહનોના ફુરચેફુરચા ઉડી ગયા છે. જીપમાં હવામાં ફંગોળાઇ ગઇ હતી.

છત્તીસગઢના દંતેવાડામાં બુધવારે બપોરે નક્સલવાદીઓએ DRG ફોર્સના જવાનોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 10 જવાન અને એક ડ્રાઈવર શહીદ થયા છે. નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કરીને જે વાહનમાં સૈનિકો સવાર હતા તે વાહનને ઉડાવી દીધું હતું. નક્સલવાદીઓને ખતમ કરવા માટે સરકારે 2008માં DRG ફોર્સની રચના કરી હતી.

બસ્તરના IG સુંદરરાજે જણાવ્યું કે અરનપુરના પાલનાર વિસ્તારમાં નક્સલવાદીઓએ જવાનોને નિશાન બનાવ્યા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર DRG જવાનો ગઈકાલે ઓપરેશન પર ગયા હતા. જ્યારે સૈનિકો પરત ફરી રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ હુમલો કરી દીધો હતો.

છેલ્લાં અનેક વર્ષોમાં નક્સલીઓને આત્મસમપર્ણ કરાવવા માટે DRGએ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. ઉપરાંત અનેક પૂર્વ નક્સલી નેતા હવે છત્તીસગઢમાં નક્સલીઓની સામે DRG સાથે જોડાઇને કામ કરી રહ્યા છે.

પ્રદેશમાં નક્સલીઓને કમજોર કરવા માટે વર્ષ 2008માં DRGની રચના કરવામાં આવી હતી. આ ફોર્સને સૌ પ્રથમ કાંકેર અને નારાયણપુર વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી. એ પછી વર્ષ 2013માં બીજાપુર અને બસ્તર અને એ પછી 2014માં સુકમા અને કોંડા ગામ, એ પછી વર્ષ 2015થી DRG દંતેવાડામાં જ તૈનાત છે.

રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ ઘટનાની સખત નિંદા કરતા તેમણે કહ્યું કે નક્સલવાદીઓની રાષ્ટ્રવિરોધી યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય. કેન્દ્ર અને રાજ્ય સંકલિત રીતે નક્સલવાદને ખતમ કરવા માટે કટીબદ્ધ છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે હમલાની નિંદા કરીને કહ્યુ કે આ દુખદ ઘટના છે. જે જવાન શહીદ થયા છે તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યકત કરું છું. તેમણે કહ્યું કે, આ લડાઇ તેના અંતિમ દોરમાં ચાલી રહી છે અને નક્સલીઓને કોઇ પણ કિંમત પર છોડવામાં નહીં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી બઘેલ સાથે વાત કરી હતી અને કેન્દ્ર તરફથી શક્ય તેટલી મદદ કરવાની ખાત્રી આપી હતી. વર્ષ 2017-18માં કેન્દ્ર સરકારે નક્સલવાદ સામે લડત આપવા છત્તીસગઢને 92 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું હતું, જે વર્ષ 2020-21માં વધારીને 140 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. જો કે આમ છતા સૌથી વધારે મોતની સંખ્યામાં છત્તીસગઢ ટોપ પર છે.

 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે નક્સલીઓના આ કાયર હરકત પરેશાન કરનારી છે. નક્સલી સામે લડવ માટે બધી સરકારેએ સખત પગલાં ઉઠાવવા પડશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.